નવી દિલ્હીઃ અદાણી ગ્રુપ (Adani Group) ના શેરોમાં સોમવારે અચાનક ઘટાડો થયો અને તે પોતાના નિચલા સ્તરે પહોંચી ગયા છે. કંપનીના શેરોમાં ઘટાડો થયા બાદ 1992માં હર્ષદ મેહતાના સ્કેમને ઉજાગર કરનાર પત્રકાર સુચેતા દલાલ (Journalist Sucheta Dalal) ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમવારે અદાણીના શેરમાં થયો ઘટાડો
મહત્વનું છે કે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) તરફથી અદાણી ગ્રુપના ત્રણ  FPI ના ખાતાને ફ્રી કરાવવાની ચર્ચા સામે આવી. ત્યારબાદ ગ્રુપની કંપનીઓના શેરમાં સોમવારે મોટો ઘટાડો થયો હતો.


NSDL ની વેબસાઇટ અનુસાર ડિપોઝિટરીએ 21 મે 2021 સુધી Albula Investment Fund Ltd, Cresta Fund Ltd અને APMS ઇન્વેસ્ટમેન્ટ ફંડ લિમિટેડના ખાતાને ફ્રીઝ કરી દીધા છે. 


આ પણ વાંચોઃ Gold Rate Today: સોનું ખરીદવાની શાનદાર તક, ભાવમાં થયો ઘટાડો, ચાંદીની કિંમત પણ ઘટી  


પત્રકાર સુચેતા દલાલ ટ્વિટર પર ટ્રેન્ડ
અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં થયેલા મોટા ઘટાડા વચ્ચે બિઝનેસ પત્રકાર સુચેતા દલાલ (Journalist Sucheta Dalal) દિવસભર ટ્વિટર પર ટ્રેન્ડ થતા રહ્યાં. સુચેતા દલાલને 1992માં હર્ષદ મેહતાના સિક્યોરિટી કૌભાંડને બહાર લાવવાનો શ્રેય જાય છે. ટ્વિટર પર ટ્રેન્ડ કરાવી રહેલા ઘણા લોકો અદાણી ગ્રુપના શેરોમાં ઘટાડાનું કારણ સુચેતા દલાલના ટ્વીટને ગણાવી રહ્યાં છે.


કંઈ બદલાતું નથીઃ સુચેતા દલાલ
આ પહેલા બિઝનેસ પત્રકાર સુચેતા દલાલે ટ્વીટ કર્યું- સેબી ટ્રેકિંગ સિસ્ટમની પાસે ઉપલબ્ધ સૂચનાઓને બ્લેક બોક્સની બહાર વધુ એક કૌભાંડ સાબિત કરવું મુશ્કેલ છે. આ ભૂતકાળના એક ઓપરેટરની વાપસી છે. જે બધી વિદેશી સંસ્થાઓના માધ્યમથી સતત એક સમૂહની કિંમતોમાં હેરાફેરી કરી રહ્યું છે. તેની વિશેષતા અને એક પૂર્વ નાણામંત્રી. કંઈ બદલ્યું નથી. 


આ પણ વાંચોઃ Adani Group: અદાણી ગ્રુપને મોટો ઝટકો, એક દિવસમાં ગુમાવ્યા 1.03 લાખ કરોડ રૂપિયા  


ખોટી અને ભ્રામક ખબરોઃ અદાણી ગ્રુપ
આ વચ્ચે અદાણી ગ્રુપ ઓફ કંપનીના શેર રાખનાર ત્રણ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) ના ખાતાને ફ્રીઝ થવાનો ઇનકાર કરી દીધો છે. ગ્રુપે કહ્યું કે, આવા સમાચારો ખોટા અને ભ્રામક છે. 


તો અદાણી ગ્રુપની કંપનીઓએ  BSE અને National Stock Exchange (NSE) ની સાથે અલગ-અલગ કમ્યુનિકેશન કરવાનો દાવો કર્યો છે કે તેના ખાતા ફ્રીઝ થયા નથી. કંપનીઓએ કહ્યું કે, તેમણે રજીસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્સો પાસેથી આ વાતની પુષ્ટિ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube