નવી દિલ્હીઃ પોતાના બાળકોની ભલાઈ વિશે કોણ ન વિચારે. બધા ઈચ્છે છે કે તેના બાળકો સારી કોલેજમાં ભણે, ઉચ્ચ અભ્યાસ કરે અને તેના સારી રીતે લગ્ન થાય. પરંતુ મોંઘવારીના આ સમયમાં બધુ સરળ નથી. ઉચ્ચ શિક્ષણ (Higher Education) દિવસેને દિવસે મોંઘુ થઈ રહ્યું છે. એક સામાન્ય પરિવાર માટે બાળકોને સારૂ શિક્ષણ અપાવવું મુશ્કેલ કામ છે. પરંતુ જો માતા-પિતા યોગ્ય સમય પર પોતાની કેટલીક બચત રોકાણ કરવાનું શરૂ કરી દે તો આ કામ સરળ થઈ શકે છે. દીકરીઓ માટે સરકારની એક લોકપ્રિય યોજના છે. સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana). આ સ્કીમમાં નાની-નાની બચત ઈન્વેસ્ટ કરી તમે તમારી પુત્રીના શિક્ષણ અને લગ્ન માટે પૈસાની વ્યવસ્થા કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8% નું ઉચ્ચુ વ્યાજ
એપ્રિલથી જૂન 2023 માટે સુકન્યા સમૃદ્ધિ યોજના માટે નવો વ્યાજદર (Sukanya Samriddhi Yojana Interest Rate) 8 ટકા છે. સુકન્યા સમૃદ્ધિમાં વ્યાજ દર ત્રણ મહિનામાં નક્કી થાય છે. 


કઈ ઉંમરે ખાતું ખોલાવવું
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં, માતા-પિતા તેમની પુત્રી 10 વર્ષ પૂર્ણ ન કરે ત્યાં સુધી ખાતું ખોલાવી શકે છે. જો માતા-પિતા તેમની પુત્રીના જન્મ પછી તરત જ SSY ખાતું ખોલે છે, તો તેઓ 15 વર્ષ સુધી તેમનું યોગદાન જમા કરાવી શકે છે. પરિપક્વતાની રકમના 50% પુત્રીની 18 વર્ષની ઉંમરે ઉપાડી શકાય છે. જ્યારે બાળકી 21 વર્ષની થાય ત્યારે બાકીની રકમ ઉપાડી શકાય છે.


આ પણ વાંચોઃ પેટ્રોલ પંપ પર આ ડિવાઇસથી રહો સાવધાન, આંખના પલકારામાં થઈ જશે ગેમ


લગ્નની ઉંમરમાં મળશે 64 લાખ
સુકન્યા સમૃદ્ધિ ખાતામાં તમે દર મહિને 12500 રૂપિયા જમા કરાવો છો તો એક વર્ષમાં આ રકમ 1.5 લાખ રૂપિયા થઈ જશે. આ પૈસા પર ટેક્સ લાગશે નહીં. જો આપણે મેચ્યોરિટી પર 7.6%ના વ્યાજ દરે જઈએ, તો તે રોકાણકાર તેની પુત્રી માટે પાકતી મુદત સુધી એક વિશાળ ફંડ બનાવી શકે છે. જો માતા-પિતા તેમની પુત્રી 21 વર્ષની થાય ત્યારે આખી રકમ ઉપાડી લે છે, તો પાકતી મુદતની રકમ 63 લાખ 79 હજાર 634 રૂપિયા થશે. આ રકમમાં માતા-પિતા દ્વારા રોકાયેલ રકમ રૂ. 22,50,000 હશે. આ સિવાય વ્યાજની આવક 41,29,634 રૂપિયા થશે. આ રીતે સુકન્યા સમૃદ્ધિ ખાતામાં દર મહિને 12,500 રૂપિયા જમા કરાવવાથી દીકરીને 21 વર્ષની ઉંમરે લગભગ 64 લાખ રૂપિયા મળશે.


આ પણ વાંચોઃ Gold Price Today: સોના-ચાંદી થયા સસ્તા, જાણો 14થી 24 કેરેટ સોનાનો ભાવ


ટેક્સ પણ બચશે
સુકન્યા સમૃદ્ધિ સ્કીમમાં એક વર્ષમાં 1.50 લાખ રૂપિયાના રોકાણ પર ઇનકમ ટેક્સ છૂટ (Income Tax Exemption) ફાયદો મળે છે.  SSY માં એક વર્ષમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. આ સ્કીમ EEE સ્ટેટસની સાથે આવે છે. અર્થાત અહીં 3 જગ્યાએ ટેક્સ છૂટ મળે છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવામાં આવેલી રકમ, વ્યાજ આવક અને મેચ્યોરિટીની રકમ ત્રણેય ટેક્સ ફ્રી હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube