નવી દિલ્હીઃ સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના ખૂબ જ લોકપ્રિય છે. આ યોજના મધ્યમ વર્ગીય પરિવારની પ્રથમ પસંદગી છે. કોઈપણ યોજનાના ઘણા નિયમો હોય છે, પરંતુ આપણે ફક્ત કેટલાક મૂળભૂત નિયમો વિશે જ જાણીએ છીએ. આજે અમે સુકન્યા યોજના સાથે જોડાયેલા એક એવા નિયમ વિશે જણાવીશું.. જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. તમને જણાવી દઈએ કે તમે ત્રણ દીકરીઓ પર પણ સુકન્યા યોજનાનો લાભ લઈ શકો છો, પરંતુ કેટલાક નિયમો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર હાલમાં આના પર 7.6 ટકા વ્યાજ ચૂકવી રહી છે, જે એફડી કરતાં વધુ છે. દીકરીના શિક્ષણ કે લગ્નના ખર્ચ માટે તેમાં રોકાણ કરીને પાકતી મુદત સુધી સારું ફંડ જમા કરાવી શકાય છે. જો કે, આ ખાતું એક પરિવારની 2 છોકરીઓ માટે જ ખોલી શકાય છે. પરંતુ આ ખાતું ત્રણ દીકરી માટે ખોલાવી શકાય છે.


સુકન્યા યોજનામાં અત્યાર સુધી 80C હેઠળ ટેક્સ છૂટનો લાભ માત્ર બે દીકરીઓના ખાતા પર જ મળતો હતો. ત્રીજી પુત્રીના કિસ્સામાં કર મુક્તિ ઉપલબ્ધ ન હતી. પરંતુ, હવે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ સરકારની ખાતાવહીઃ એક રૂપિયો કમાવવામાં કેટલો થાય છે ખર્ચ અને કેટલું દેવું?


જાણો શું છે નિયમો
જો એક દીકરી પછી બે જોડિયા દીકરીઓ હોય તો તે બંને માટે ખાતું ખોલાવવાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે સુકન્યા યોજનામાં એક સાથે ત્રણ દીકરીઓના નામે પૈસા જમા કરાવી શકાય છે અને તેના પર ટેક્સ છૂટનો દાવો કરી શકાય છે.


7.6 ટકા વાર્ષિક વ્યાજ
સુકન્યા સમૃદ્ધિ યોજના પરના વ્યાજ દરો બેંક એફડી કરતા વધારે છે અને અન્ય નાની બચત યોજનાઓ કરતાં વધુ સારું વળતર આપે છે. હાલમાં SSYમાં 7.6 ટકા વ્યાજ મળી રહ્યું છે.


ખાતું ક્યાં ખોલવામાં આવશે?
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા કોમર્શિયલ શાખાની અધિકૃત શાખામાં ખોલી શકાય છે. 21 વર્ષની ઉંમરે દીકરીઓ આ ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે.


આ પણ વાંચો- બાળકના શિક્ષણ માટે ભેગુ કરો લાખો રૂપિયાનું ફંડ, કેવી રીતે કરશો પ્લાનિંગ, જાણો વિગત


કેટલું રોકાણ કરી શકાય?
ચાલુ નાણાકીય વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube