Sukanya Yojana અથવા PPF, જાણો બંનેમાંથી પુત્રીના ભવિષ્ય માટે શું સારું, જલદી જાણી લો આ માહિતી
પુત્રીના ભવિષ્ય માટે થાપણ યોજનાઓમાં સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)ની ખૂબ ચર્ચા કરવામાં આવે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે PPFમાં પણ રોકાણ કરીને પુત્રીના ભવિષ્ય માટે સારુ ભંડોળ મેળવી શકાય છે. સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) અને પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF) લાંબા ગાળાની બચત માટે ખૂબ જ લોકપ્રિય યોજનાઓ છે. બંને યોજનાઓની પોતાની લાક્ષણિકતાઓ છે.
નવી દિલ્લીઃ પુત્રીના ભવિષ્ય માટે થાપણ યોજનાઓમાં સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)ની ખૂબ ચર્ચા કરવામાં આવે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે PPFમાં પણ રોકાણ કરીને પુત્રીના ભવિષ્ય માટે સારુ ભંડોળ મેળવી શકાય છે. સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) અને પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF) લાંબા ગાળાની બચત માટે ખૂબ જ લોકપ્રિય યોજનાઓ છે. બંને યોજનાઓની પોતાની લાક્ષણિકતાઓ છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે?
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) એ દીકરીઓ માટે કેન્દ્ર સરકારની એક નાની બચત યોજના છે. જે PM મોદીએ 'બેટી બચાવો-બેટી પઢાવો' યોજના હેઠળ શરૂ કરી હતી. નાની બચત યોજનામાં સુકન્યા શ્રેષ્ઠ વ્યાજ દર યોજના છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા બેંકની અધિકૃત શાખામાં ખોલી શકાય છે.
PPF એટલે શું?
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એક લોકપ્રિય લાંબા ગાળાનું રોકાણ વિકલ્પ છે જે ભારત સરકાર દ્વારા સમર્થિત છે જે આકર્ષક વ્યાજ દર અને સંપૂર્ણ ટેક્સ મુક્તિ વળતર સાથે રોકાણની સુરક્ષા પ્રદાન કરે છે. આમાં, રોકાણકારો નાણાંકીય વર્ષમાં લઘુતમ 500 અને મહત્તમ 1,50,000 રૂપિયાનું રોકાણ કરી શકે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના ફક્ત એક બાળકીના નામે ખોલવામાં આવી શકે છે. જ્યારે PPF ખાતું કોઈપણ નામથી ખોલી શકાય છે. આ બંને રોકાણના વિકલ્પ ચોક્કસ સમયગાળા દરમિયાન ગેરંટીકૃત કર મુક્ત વળતર આપે છે. હાલમાં સુકન્યા વાર્ષિક 7.6 ટકા અને PPF થાપણ પર 7.1 ટકા વ્યાજ મળે છે. એટલે કે, સુકન્યામાં વ્યાજ દર અડધા ટકા વધારે છે. સરકાર દર ત્રિમાસિક ગાળામાં વ્યાજદરની સમીક્ષા કરે છે. સુકન્યા યોજના 21 વર્ષમાં પૂર્ણ થઈ જાય છે અને ત્યારબાદ તેને ફરજિયાત રીતે બંધ કરવી પડે છે. જ્યારે બીજી બાજુ, PPFમાં રોકાણ પણ 15 વર્ષ માટેનું હોય છે, પરંતુ તમે જ્યાં સુધી ઈચ્છો ત્યાં સુધી પૈસા જમા કરી શકો છો. આ રોકાણને પાંચ-પાંચ વર્ષના બ્લોકમાં લંબાવી શકાય છે.
પાંચ વર્ષ પછી ગમે ત્યારે PPF બંધ કરી શકો છો, જ્યારે સુકન્યા 21 વર્ષ પહેલાં જ બંધ થઈ શકે છે. એટલે બાળકી જ્યારે 18 વર્ષની થાય છે ત્યારે તમે ઇચ્છો, તો પાકતી રકમના 50 ટકા રકમ પણ પાછી ખેંચી શકો છો. સુકન્યાની પરિપક્વતા અવધિ 21 વર્ષ છે. જ્યારે PPFનો સમયગાળો 15 વર્ષ છે. સુકન્યા યોજના વાલી દ્વારા બાળકીના નામે ખોલવામાં આવે છે. છોકરીની ઉંમર મહત્તમ 10 વર્ષ ન થાય ત્યાં સુધી સુકન્યા ખાતુ ખોલાવી શકાય છે. જ્યારે PPF ખાતુ 18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ તેના પોતાના નામ પર અથવા તેના બાળકના નામથી ખોલી શકે છે. વ્યાજ દરમાં તફાવત હોવાને કારણે, બંને યોજનાઓમાં પરિપક્વતાની રકમમાં તફાવત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube