સુમુલ ડેરીનું દૂધ થયું મોંઘું, આવતીકાલથી નવા ભાવે દૂધ વેચાશે
- પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થતા હવે દૂધ પણ મોંઘું થયું છે. સુમુલ ડેરીએ પ્રતિ લીટર 2 રૂપિયાનો દૂધમાં વધારો કર્યો
- પશુપાલકોને દાણના ભાવ પણ મોંઘા થયા છે. જેથી આ દુધના ભાવમાં વધારો થયો
ચેતન પટેલ/સુરત :પેટ્રોલ-ડીઝલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. જેની સીધી અસર હવે સામાન્ય જનતાને થઇ રહી છે. પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થતા હવે દૂધ પણ મોંઘું થયું છે. સુમુલ ડેરીએ પ્રતિ લીટર 2 રૂપિયાનો દૂધમાં વધારો કર્યો છે. આ નવો ભાવ વધારો ૨૦ જુનથી નાગરિકો માટે અમલી થશે.
પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધતા દૂધનો ભાવ વધ્યો
એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે, તો બીજી તરફ મોંઘવારી આસમાને પહોચી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. જેની સીધી અસર હવે સામાન્ય જનતાને થઇ રહી છે. પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થતા હવે દૂધ પણ મોંઘું થયું છે. સુમુલ ડેરીએ પ્રતિ લીટર 2 રૂપિયાનો દૂધમાં વધારો કર્યો છે. આ ભાવ વધારો 20 જુનથી અમલી થશે.
આ પણ વાંચો : ગુજરાતમાં એકસાથે 77 IAS અધિકારીઓની કરાઈ બદલી
પશુપાલકોને દાણના ભાવ પણ મોંઘા થયા
સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે, બજારમાં જે દૂધ વેચાઈ રહ્યું છે, તેમાં 20 મી જુનથી 1 લીટરે 2 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. આ વધારો લગભગ 18 મહિના પછી કરવામાં આવ્યો છે. અને આ વધારો કરવાનું મુખ્ય કારણ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો છે. પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થતા ટ્રાન્સપોર્ટેશન ખુબ મોંઘું થયું છે. બીજી તરફ પશુપાલકોને દાણના ભાવ પણ મોંઘા થયા છે. જેથી આ દુધના ભાવમાં વધારો થયો છે.
આ પણ વાંચો : આવતીકાલે રાજકોટમાં GPSC પરીક્ષા : કોરોના પોઝિટિવ ઉમેદવાર પણ આપી શકશે એક્ઝામ