નવી દિલ્હી:  Tata-Mistry Dispute: સુપ્રીમ કોર્ટે ટાટા ગ્રુપની કંપની ટાટા સન્સ અને શાપૂરજી પલોનજી ગ્રુપના સાઈરસ મિસ્ત્રી મામલે આજે પોતાનો ચુકાદો આપ્યો. કોર્ટે સાઈરસ મિસ્ત્રીને કંપનીમાં ફરીથી ચેરમેન નિયુક્ત કરવાનો NCLAT નો ચુકાદો પલટી નાખ્યો. સુપ્રીમ કોર્ટની બેન્ચમાં સામેલ ચીફ જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ એએસ બોપન્ના અને વી રામાસુબ્રમણ્યમે કહ્યું કે સાઈરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદેથી હટાવવું યોગ્ય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી દોડ્યા ટાટા ગ્રુપના શેર
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ ટાટા ગ્રુપના શેર Tata Steel Bsl, Indian Hotels, Tata Motors, Tata Power, Titan Company, Tata Coffee, Tata Investment Corporation, Tata Chemicals और Tata Communications માં જબરદસ્ત તેજી જોવા મળી છે. ગ્રુપ  કંપનીઓના શેરોમાં 5 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો. TCS ના શેર એક ટકાથી વધુ ઉપર ગયા જ્યારે ટાટા મોટર્સમાં 5 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો. ટાટા કેમિકલ્સમાં 3 ટકાની તેજી રહી અને ટાટા સ્ટીલના શેર લગભગ 6 ટકા ઉછળ્યા. 


શું છે સુપ્રીમ કોર્ટનો ચુકાદો?
સુપ્રીમ કોર્ટનો ચુકાદો ટાટા ગ્રુપના પક્ષમાં ગયો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે શેર સંબંધિત મામલા ટાટા અને મિસ્ત્રી ગ્રુપ મળીને ઉકેલે. ટાટા સન્સ અને સાઈરસ ઈન્વેસ્ટમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે NCLAT ના ચુકાદા વિરુદ્ધ અજી આપી હતી. નેશનલ કંપની લો અપીલીય ટ્રિબ્યુનલે 17 ડિસેમ્બર 2019ના રોજ ચુકાદો આપ્યો હતો કે ટાટા સન્સના ચેરમેન પદ પર મિસ્ત્રી ફરી બહાલ થશે. ચીફ જસ્ટિસ એસ એ બોબડેની અધ્યક્ષતાવાળી પેનલે ગત વર્ષ 17 ડિસેમ્બરે આ મામલે ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે આજે આ ચુકાદો પલટી નાખ્યો. જો કે NCLAT એ 10 જાન્યુઆરી 2020ના રોજ જે નિર્ણય લીધો હતો તે સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો.


શું હતો ટાટા-મિસ્ત્રી વિવાદ
અત્રે જણાવવાનું કે પાલોનજી મિસ્ત્રીના પુત્ર સાઈરસ મિસ્ત્રીને 2012માં રતન ટાટાની જગ્યાએ ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. પરંતુ માત્ર 4 વર્ષ બાદ 2016માં તેમને અચાનક પદેથી હટાવી દેવાયા. ત્યારબાદ વિવાદનો જે સિલસિલો શરૂ થયો તે હજુ થમ્યો નથી. મિસ્ત્રી પરિવારની ટાટા સન્સમાં 18.4 ટકા ભાગીદારી છે. તેઓ ટાટા ટ્રસ્ટ બાદ ટાટા સન્સમાં બીજા મોટા શેર હોલ્ડર્સ છે. 


શાપૂરજી પાલોનજી સમૂહે 17 ડિસેમ્બર 2020ના રોજ કોર્ટને કહ્યું હતું કે ઓક્ટોબર 2016ના રોજ થયેલી બોર્ડની બેઠકમાં મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદેથી હટાવવા એ 'ખૂની ખેલ' અને 'ઘાત' લગાવીને કરાયેલો હુમલો હતો. તે કંપની ચલાવવાના સિદ્ધાંતો વિરુદ્ધ હતું. ટાટા સમૂહે આ આરોપોને ફગાવતા કહ્યું હતું કે બોર્ડે પોતાના અધિકારોનો ઉપયોગ કરીને મિસ્ત્રીને પદેથી હટાવ્યા હતા. તેમાં કશું ખોટું કર્યું નથી. 


ટાટા સમૂહે શાપૂરજી પાલોનજી સમૂહની ભાગીદારી ખરીદવાનો પ્રસ્તાવ પણ રજુ કર્યો હતો પરંતુ આ પ્રસ્તાવને મિસ્ત્રી પરિવારે ફગાવ્યો હતો. ટાટા સમૂહે 5 સપ્ટેમ્બરના રોજ શાપૂરજી પાલોનજી સમૂહને પોતાની ભાગીદારીના શેર વેચવા કે ગિરવે મૂકતા રોકવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. 


Loan Moratorium: સુપ્રીમનો ચુકાદો- સંપૂર્ણ વ્યાજમાફી નહીં મળે, કમ્પાઉન્ડ વ્યાજ થશે રિફંડ


PM Modi વિશે મુકેશ અંબાણીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- 'દેશમાં આવી અવસરોની સુનામી'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube