નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે 200 રીઅલ એસ્ટેટ કંપનીઓને શુક્રવારે મોટો ઝટકો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે રીઅલ એસ્ટેટ કંપનીઓની અરજી નામંજૂર કરી હતી. જેમાં આ કંપનીઓએ ઇનસોલ્વન્સી એન્ડ બેકરપ્સી કોડ (આઈબીસી) સંશોધન સામે અરજી દાખલ કરી હતી, અને સંશોધનને ગેરકાયદેસર અને ગેરબંધારણીય કહ્યા હતા. કોર્ટના આ નિર્ણયતી લાખો ઘર ખરીદારોને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના આ નિર્ણયને યથાવત રાખ્યો જેના અંતર્ગત IBCમાં સંશોધન કરી હોમ બાયર્સને ફાઇનાન્સિયલ ક્રેડિટર્સનો દરરજો આપવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- શેર માર્કેટમાં તેજી યથાવત, સેન્સેક્સ 280 પોઇન્ટ મજબૂત


નાદાર કાયદાના સંશોધનને યોગ્ય ગણાવ્યો
કોર્ટના આ નિર્ણયથી ઘર ખરીદારોને મોટી રાહત મળશે. કોર્ટ તરફથી નાદાર કાયદાના સંશોધનને યોગ્ય ગણાવ્યો છે. સંશોધનમાં ઘરના ખરીદદારોને નાણાકીય સંસ્થાઓના લેનારા તરીકે સમાન દરજ્જો આપ્યો છે. તેનાથી ઘર ખરીદારોને પણ લોન આપનાર બેંકોની સાથે ફાઇનાન્સિયલ ક્રેડિટર્સનો દરરજો આપવામાં આવ્યો હતો. તેનાથી ઇનસોલ્વન્સી પ્રોસેસિંગમાં હોમબ્યુઅર્સની સંમતિની જરૂર પડશે. સાથે જ સુપ્રીમ કોર્ટે હોમ બાયર્સને અધિકાર આપ્યો છે કે, તે ક્રેડિટર્સની કમિટિમાં તેમનો પક્ષ રાખી શકે અને રિઅલ એસ્ટેટ કંપનીની સામે નાદારી જાહેર કરવાનો પ્રસ્તાવ રજૂ કરી શકે.


આ પણ વાંચો:- IRCTCથી રેલવે ટિકિટ બુક કરાવવાનું થઈ શકે છે મોંઘું કારણ કે...


સર્વોચ્ચ અદાલત તરફથી આઇબીસી કાયદામાં કેન્દ્રની તરફથી કરવામાં આવેલા સુધારામાં કોઇ પ્રકારનું સંશોધન કરવાથી ઇનકાર કર્યો છે. અત્યાર સુધી NCLTમાં બેંક દેવાની વસૂલી માટે કોઇ બિલ્ડર કંપનીની નાદારી પ્રક્રિયા શરૂ કરી શકતા હતા. તેનાથી મળેલા પૈસા પર તેમનો હક રહેતો હતો. હવે નાના ફ્લેટ ખરીદારોને પણ હક મળશે. એવામાં ઘર રોકાણ કરનાર લોકોને પણ લેણદાતાનો દરજ્જો મળશે. (ઇનપુટ: સુમિત કુમાર)


જુઓ Live TV:- 


બિઝનેસના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...