બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવી ગયો, અમેરિકા-ચીનના ટ્રેડવોરનો ફાયદો સુરતી વેપારીઓને થયો
- ભારત દ્વારા જે પણ એક્સપોર્ટ થતું હોય છે તેની ઉપર અમેરિકા દ્વારા કોઈપણ ડ્યુટી મૂકવામાં આવી નથી
- કોવિડ 19ના કપરા કાળ વચ્ચે પણ જેમ્સ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટ વધ્યો અને નવેમ્બર 2020માં 1192 મિલિયન ડોલર એક્સપોર્ટ થયું
ચેતન પટેલ/સુરત :કોવિડ 19 ના કારણે જ્યાં એક તરફ અનેક ઉદ્યોગ ધંધાઓ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા હતા. ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરીમાં આ વખતે એક્સપોર્ટ બમણું જોવા મળ્યું છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલેલા ટ્રેડવોરના કારણે આ વખતે ક્રિસમસમાં જેમ્સ એન્ડ જ્વેલરી માટેનો ઓર્ડર ભારતને મળ્યો છે. એટલે આ ટ્રેડ વોરના કારણે ભારત માટે કોવિડ 19 કાળ મેરી ક્રિસમસ લાવ્યો છે.
ભારત પોલિશ્ડ ડાયમંડનું મેન્યુફેક્ચરિંગ હબ છે. જ્યારે ચાઇના અને હોંગકોંગ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ હબ છે. અમેરિકામાં જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં કંજક્શન વિશ્વના 70 ટકાથી પણ વધારે છે. જે જ્વેલરી ભારત, ચાઇના કે હોંગકોંગમાં બને તેના 70 ટકા કંજકશનથી પણ વધારે અમેરિકામાં થાય છે. કોવિડ-19 કાળમાં જે રીતે ચાઇના અને અમેરિકા વચ્ચે ટ્રેડવોર ચાલ્યું છે. અમેરિકાએ પોતાના પ્રોડક્ટ પર ૭ ટકા ડ્યૂટી વધારે નાંખી છે. એટલે હોંગકોંગ અને ચાઇના મેડની કોઈપણ પ્રોડક્ટ હોય, ભલે ડાયમંડ જ્વેલરી હોય કે અન્ય વસ્તુની હોય તેની ઉપર સાત ટકા ડ્યૂટી નાંખતા તે પ્રોડક્ટ ૭ ટકા મોંઘી થઈ ગઈ છે.
આ પણ વાંચો : ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં ‘રમર ભમર’ ગીત કાને પડી રહ્યું છે, તોડ્યા બધા રેકોર્ડ
જ્યારે ભારત દ્વારા જે પણ એક્સપોર્ટ થતું હોય છે તેની ઉપર અમેરિકા દ્વારા કોઈપણ ડ્યુટી મૂકવામાં આવી નથી. જેના કારણે તેનો સીધો લાભ ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને થયો છે. હાલની તારીખમાં ભારતની અંદર અને ખાસ કરી સુરત શહેરની વાત કરીએ તો સચીન સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં છેલ્લા ત્રણ મહિનાની અંદર ૨૨ જેટલી જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરીંગ કંપની આવી છે. લોકલ બેઝ પર ૪૦૦ થી પણ વધારે કંપનીઓ કાર્યરત છે. આ લોકોને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખૂબ સારા ઓર્ડર મળી રહ્યા છે. જેમાં સૌથી વધુ અમેરિકાના ઓર્ડર સામેલ છે.
વર્ષ 2019 નવેમ્બર એક્સપોર્ટમાં ભારતનો કટ અને પોલીશીંગનો બિઝનેઝ 620 મિલિયન ડોલરનો હતો. જો કે કોવિડ 19ના કપરા કાળ વચ્ચે પણ જેમ્સ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટ વધ્યો અને નવેમ્બર 2020માં 1192 મિલિયન ડોલર એક્સપોર્ટ થયું છે. કોરોના કાળની શરૂઆતથી જ ભારતને જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં લાભ થતો શરૂ થઈ ગયો હતો. જેથી કહી શકાય કે આ વખતે મેરી ક્રિસમસ ભારત માટે ચોક્કસથી છે. કારણ કે ક્રિસમસ દરમિયાન અમેરિકા સહિત આ અન્ય દેશોમાં ડાયમંડ જ્વેલરી ડિમાન્ડ થતી હોય છે. અમેરિકા, યુરોપિયન દેશો, યુએઈની આ દેશો સિવાય ડોમેસ્ટિકમાં પણ જેમ્સ જ્વેલરીની ડિમાન્ડ આ વખતે વધારે છે.
આ પણ વાંચો : આણંદમાં અભ્યાસ કરવા ગયેલી યુવતીને વિધર્મી યુવકે ફસાવી, વડોદરામાં લવ જેહાદનો બીજો કિસ્સો