તેજશ મોદી, સુરત: સુરત અને દક્ષિણ ગુજરાતના લોકો મંગળવારે સારા અને મહત્વના સમાચાર આવ્યા હતા. જેમાં સુરતથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 30મી જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને શારજહાં સુરતની ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરાવવાના છે. જોકે ફ્લાઈટને લઈને ખુબ અસમંજસ છે. ત્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા 16મી ફેબ્રુઆરીથી ફ્લાઈટની શરૂઆતની જાહેરાત કરી છે, આ સાથે જ ફ્લાઈટનું શિડ્યૂલ અને ટીકીટના ભાવ પણ જાહેર કરવામાં આવ્યા છે. આમ 30મી જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી માત્ર ફ્લાઈટની શરૂઆત કરાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત એરપોર્ટ બન્યા બાદ ફ્લાઈટની કનેક્ટિવિટી શરુ કરવા માટે ફ્લાઈટ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. યુપીએ સરકાર વખતે ભાજપના સુરત અને નવસારીના સાંસદો દ્વારા સુરત એરપોર્ટ પર ફ્લાઈટની આગળ બેસી ધરણા કરવામાં આવ્યા હતા. આજ મુદ્દનો છેલ્લા અનેક વર્ષોથી હંમેશા ચુંટણીમાં પ્રચાર તરીકે ઉપયોગ થયો હતો. ત્યારે લોકસભાની ચુંટણી આવી રહી છે, તે પહેલા સરકારે ફટાફટ લોકોને ઉપયોગી જાહેરાતો અને કામો મંજુર કરવાની શરૂઆત કરી દીધી છે. 

બજેટ 2019: એજ્યુકેશન સસ્તુ કરવા માટે GST માં રાહત આપી શકે છે સરકાર, મંત્રીએ કર્યું પ્રોમિસ


ત્યારે ગત ચુંટણીમાં સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ઇન્ટરનેશનલ ફ્લાઈટ આપવાનું વચન આપવામાં આવ્યું હતું, તે હવે ચુંટણીનાં ચાર મહિના પહેલા પૂરું કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે. 30 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવશે અને પહેલી સુરત શારજહાં ફલાઇટને લીલીઝંડી આપશે તેવી જાહેરાત સુરત અને નવસારીના સાંસદ દર્શના જરદોશ અને સી આર પાટીલે ટવીટ દ્વારા કરી છે. જેને કારણે સુરતીઓમાં ખુશીનો માહોલ છે.

આ રંગની કાર ગત વર્ષે સૌથી વધુ વેચાઈ, લોકોને ઓછો પસંદ છે આ રંગ

સુરતીઓ દર વર્ષે રાજ્ય અને કેન્દ્ર સરકારને હજારો કરોડો રૂપિયાનો વેપાર અને સરકારને કરોડોનો ટેક્સ ચૂકવે છે, જોકે મીની ભારત કહેવાતા સુરતને એરપોર્ટ મળ્યું પરતું કનેક્ટિવિટી માટે ફ્લાઈટ મળી ન હતી, ત્યારે હવે ફલાઈટોની સંખ્યા વધી છે, તો સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ફ્લાઈટ મળે તેવી માંગણી છેલા દોઢ વર્ષથી કરવામાં આવતી હતી, ત્યારે હવે સુરતના લોકો માટે ખુશીના સમાચાર છે. વર્ષોથી જેની કાગડોળે રાહ જોવામાં આવી રહી હતી તે ઇન્ટરનેશનલ એરપોર્ટનું સપનું 30મીએ પુરુ થવા જઈ રહ્યું છે. 30 જાન્યુઆરી બપારે દોઢ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાપર્ણ કરશે અને સુરત શારજાહની પહેલી ફલાઇટને લીલીઝંડી પણ આપશે. 

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં 24X7 કલાક કરો ખરીદી, અને મેળવો અઢળક ગિફ્ટ્સ


જોકે ગઈકાલ સુધી એવી ચર્ચા હતી કે સુરત થી શારજહાંની ફ્લાઈટ 30મી જાન્યુઆરીથી શરુ થવાની છે, પરતું એર ઇન્ડિયા એક્સપ્રેસની વેબસાઈટ ઉપર સુરતના નામનો ઉલ્લેખ કરાયો છે, જે અગાઉ ન હતો, જોકે હજુ સુધી કોઈ ફ્લાઈટનું સ્ટેટ્સ બતાવવામાં નથી આવ્યું, પરતું, જે પ્રકારનો દાવો કરાયો છે, તેને જોતા આગમી દિવસોમાં ફ્લાઈટ અને બુકિંગ અંગેની માહિતી પણ ઉપલબ્ધ થઇ જશે. જોકે પ્રધાનમંત્રીના કાર્યક્રમની જાહેરાત થતાંની સાથે જ મંગળવારે રાત્રે ફ્લાઈટનો શીડ્યુલ જાહેર કરવામાં આવ્યો હતો, જો બુધવારે સવારે એર ઇન્ડિયા એક્સપ્રેસની વેબસાઈટ પર શાહજહાં - સુરત - શાહજહાંની ટીકીટન બુકિંગ શરુ કરી તેના ભાવ પણ જાહેર કરવામાં આવ્યા છે.

TRAI એ નક્કી નવી કિંમત, TV ચેનલ્સ માટે ચૂકવવા પડશે 153 રૂપિયા દર મહિને, કશું જ નહી મળે મફતમાં


ફ્લાઈટનું શિડ્યૂલ અને ટીકીટના ભાવ
સુરત એરપોર્ટ એક્શન કમિટીના સંજય ઇઝાવાએ ઝી 24 કલાકને આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા શાહજહાં - સુરત - શારજહાં ફલાઇટનું બુકિંગ શરૂ કરાયું તો સાથે જ ફ્લાઈટની ટીકીટના ભાવ પણ જાહેર કરવામાં આવ્યા છે. 16મી ફેબ્રુઆરીથી ફ્લાઈટનું ઓપરેશન શરુ કરવામાં આવશે. અઠવાડિયામાં બે વખત ફ્લાઈટનું શિડયુલ ગોઠવવા આવ્યું છે. એર ઇન્ડિયા એક્સપ્રેસની ફલાઈટ સોમવારે અને શનિવારે રાત્રે 07:35 વાગ્યે શારજહાંથી ઉપડશે અને સુરત એરપોર્ટ પર રાત્રે 11:45 વાગ્યે આવશે. તેજ રીતે મંગળવારે અને રવિવારે મોડી રાત્રે સુરતથી 00:30 (રાત્રે 12:30) વાગ્યે શાહજહાં જવા રવાના થશે. ફ્લાઈટ ફલાઇટ 02:15 કલાકે સુરતથી શાહજહાં પહોંચશે. એર ઇન્ડિયા એક્સપ્રેસની વેબસાઈ પર શાહજહાં થી સુરત ની ફ્લાઈટની ટીકીટનો ભાવ રૂ. 9669. 04 રાખવમાં આવ્યો છે. તો સુરત થી શાહજહાંની ટીકીટનો ભાવ રૂ. 8138.27 રાખવામાં આવ્યો છે.