Suzlon Energy Ltd Share: રિનન્યૂએબલ એનર્જી સોલ્યૂશન્સ પ્રોવાઇડર સુઝલોન એનર્જીના સ્ટોકે છેલ્લાં એક મહિનામાં ચોંકાવનારૂ રિટર્ન આપ્યું છે. પરંતુ સ્ટોકમાં મંગળવારે સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે સુઝલોનના શેરનો ભાવ 20 પૈસાના ઘટાડા સાથે 14.35 રૂપિયા પર પહોંચ્યો હતો. 13 જૂને આ શેરની કિંમત 15.76 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. આ શેરનો 52 સપ્તાહનો હાઈ રેટ છે. તો 28 જુલાઈ 2022ના શેરની કિંમત 5.43 રૂપિયા હતી. આ 52 સપ્તાહનું નિચલું સ્તર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સતત મળી રહ્યાં છે ઓર્ડર
છેલ્લા કેટલાક મહિનાથી સુઝલોન એનર્જીને સતત ઓર્ડર મળી રહ્યાં છે. ઓર્ડર બુક મજબૂત હોવાને કારણે શેરમાં રિકવરી પણ જોવા મળી છે. નોંધનીય છે કે નાણાકીય વર્ષ 23માં સુઝલોનની નેટવર્થ પોઝિટિવમાં 1100 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. આશરે 10 વર્ષ બાદ પ્રથમવાર પોઝિટિવ નેટવર્થ વચ્ચે નેટ ડેબ્ટમાં 80 ટકાનો ઘટાડો આવ્યો છે. વાર્ષિક આધાર પર તે 1180 કરોડ રૂપિયા પર આવી ગયો છે. કંપનીએ 6 વર્ષના લાંબા ગાળા બાદ પાછલા નાણાકીય વર્ષમાં 166.7 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. 


એક્સપર્ટ પ્રમાણે કંપનીની હાલની ઓર્ડર બુકમાં વધારો જોવામાં આવ્યો છે. દેવાની કમી સિવાય કંપનીની સારી બેલેન્સ શીટ મજબૂતી તરફ ઈશારો કરે છે. બ્રોકરેજ એમકે ગ્લોબલે કહ્યું કે રી-ફાઈનાન્સ અને સફલ રાઇટ્સ ઈશ્યૂને કારણે કંપનીને ડેબ્ટ ખુબ ઓછી થઈ ગઈ છે. 


આ પણ વાંચોઃ જુલાઈના મહિનામાં કુલ 15 દિવસ બેન્ક રહેશે બંધ, ચેક કરો રજાઓનું લિસ્ટ


સ્ટોક માર્કેટ ટુડે કે વી.એલ.એ અંબાલા પ્રમાણે આ શેર 2થી 8 મહિના સુધીના સમયમાં 18-30 રૂપિયા કે તેનાથી વધુ સુધી જઈ શકે છે. તે માટે સ્ટોપ લોસ 7.30 રૂપિયા હોવો જોઈએ. નોંધનીય છે કે સુઝલોન એનર્જી રિન્યૂએબલ એનર્જી સાથે જોડાયેલી છે. કંપની વિંડ ટર્બાઇનોની નિર્માતા છે. 


(ડિસ્ક્લેમરઃ અહીં શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારના રોકાણમાં જોખમ હોય છે. તમે તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube