બુધવારના રોજ ભારતીય શેર બજારે ડચકા ખાધા છતાં આ ગુજરાતી કંપનીના શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગી ગઈ અને તેના શેરનો ભાવ 60.72 રૂપિયા પર પર પહોંચી ગયો. આ સાથે જ કંપનીની માર્કેટ કેપ 82700 કરોડ રૂપિયા થઈ ગઈ. કંપનીના શેર બજારમાં સતત સારું પરફોર્મ કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના પરફોર્મન્સ પર નજર ફેરવીએ તો સુઝલોન એનર્જીના શેરોમાં 203.60 ટકાનો બંપર ઉછાળો આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમે જે કંપનીની વાત કરીએ છીએ તે છે સુઝલોન એનર્જી. 2010 બાદ પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે સુઝલોન એનર્જીના શેરનો ભાવ 60 રૂપિયા પર પહોંચ્યો છે. અત્રે જણાવવાનું કે બુધવારે શેર બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી અને બપોરે બે વાગ્યા સુધીમાં તો 604 પોઈન્ટના કડાકા સાથે 79,827.78 પોઈન્ટ પર જોવા મળ્યું હતું. 


કંપનીને જબરદસ્ત નફો
આ અઠવાડિયાના પહેલા કારોબારી દિવસ સોમવારના આંકડા જોઈએ તો ખબર પડે કે જૂન 2024ના ત્રિમાસિકમાં સુઝલોન એનર્જીને 300 કરોડ રૂપિયાનો નફો થયો છે. આ વાર્ષિક આધાર પર 200 ટકાથી વધુ છે. અત્રે જણાવવાનું કે  કંપની રાજસ્વ ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં 2016 કરોડ રૂપિયા છે. જે વાર્ષિક આધાર પર 50 ટકા વધુ છે. વિન્ડ એનર્જીવાળી કંપની સુઝલોન એનર્જીનો એબિટા પહેલા ત્રિમાસિક (Q1FY25) માં લગભગ 86 ટકા ચડીને 370 કરોડ રૂપિયા થયો છે. જે પહેલા ત્રિમાસિક (Q1FY24) માં 199 કરોડ રૂપિયા હતો. આ આંકડા દર્શાવે છે કે કંપનીના એબિટા માર્જીનમાં ઝડપથી વધારો થયો છે અને તે 14.8 ટકાથી વધીને 18.4 ટકા થયો છે. 


રોકાણકારોને બંપર રિટર્ન
સુઝલોન એનર્જીએ રોકાણકારોને શાનદાર રિટર્ન આપ્યું છે. ગત 15 મહિનામાં કંપનીએ બજારમાં સારું પ્રદર્શન કર્યું છે અને તેના શેરોએ ધમાલ મચાવી છે. 15 મહિનામાં જ સુઝલોન એનર્જીના શેરોમાં લગભગ 675 ટકાનો ઉછાળો આવ્યો છે. વર્ષ 2024ના આંકડા દર્શાવે છે કે કંપનીના શેરોમાં 57.71 ટકાનો ઉછાળો આવ્યો છે. બુધવારે કારોબારી સેશનમાં  સુઝલોનના શેરોમાં અનેક બ્લોક ડીલ થઈ જેમાં કંપનીની 227 કરોડ રૂપિયાની 0.3 ટકા ઈક્વિટીમાં ફેરફાર થયો. ઉપલબ્ધ આંકડા મુજબ 3.8 કરોડ શેર 60 રૂપિયાની  સરેરાશ કિંમત પર બદલાયા. વર્ષમાં આ શેર 2.5 ટકા ચડ્યા. આ દરમિયાન તેની કિંમત 20 રૂપિયાથી વધીને હાલની પ્રાઈસ પર પહોંચી ગઈ. પાંચ વર્ષમાં આ શેર 1400 ટકા સુધી ચડ્યા. આ દરમિયાન શેર 4 રૂપિયાથી વધીને હાલની કિંમત સુધી પહોંચી ગયા. 


શેરોમાં રહેશે  તેજી
મોર્ગન સ્ટેનલીએ કહ્યું કે સુઝલોન એનર્જીના શેરોમાં ઉછાળો હજુ ચાલુ રહેશે. મોર્ગન સ્ટેનલીએ સુઝલોન એનર્જીનો ટાર્ગેટ પ્રાઈસ 58.5 પ્રતિ શેર રાખ્યો હતો, તેને કંપનીએ પાછળ છોડ્યો છે. જ્યારે ગ્લોબલ બ્રોકરેજે કહ્યું કે સુઝલોન એનર્જીનું ઉર્જા ઉત્પાદન પણ અંદાજા કરતા વધુ જોવા મળ્યું છે. કંપનીનો અંદાજિત લક્ષ્યાંક 250 મેગાવોટ હતો. જ્યારે કંપનીએ 274 મેગાવોટ ઉર્જાનું ઉત્પાદન કર્યું છે. 


કંપનીએ શું કહ્યું
સુઝલોન ગ્રુપના સીએફઓ હિમાંશુ મોદીએ કહ્યું કે કંપનીએ માર્ચ ત્રિમાસિકથી ઓર્ડરમાં કેટલોક વધારો જોયો છે. ત્રિમાસિક માટે સુઝલોનનો માર્જિન 17.5 ટકા રહ્યો. જે ગત વર્ષથી લગભગ 400 આધાર અંકોનો વિસ્તાર હતો. મોદીનું માનવું છે કે કંપની 17 ટકાથી 18 ટકા વચ્ચે માર્જિન બેન્ડને જાળવી શકે છે. સુઝલોને ત્રિમાસિકનો અંત 3.8 ગીગાવોટની પોતાની ઉચ્ચતમ ઓર્ડર બુક સાથે કર્યો જેને મોદીના જણાવ્યાં મુજબ આગામી 18-24 મહિનામાં વિતરીત કરવાની જરૂર છે.  


 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)