નવી દિલ્હીઃ જાપાનની દિગ્ગજ બહુરાષ્ટ્રીય વાહન નિર્માતા કંપની Suzukiએ પોતાના ઘરેલું બજારમાં નવી WagonR Smile લોન્ચ કરી છે. બોક્સી લુકવાળી આ મલ્ટીપર્પઝ કાર એન્ટ્રી લેવલ ટીમ અને ટોપ વેરિયન્ટ સાથે લોન્ચ કરવામાં આવી છે. સુઝુકીની આ લેટેસ્ટ કાર ઘણી બજેટ ફ્રેન્ડલી છે. આ કારની કિંમત 1.29 મિલિયનથી લઈ 1.71 મિલિયન યેન સુધી હશે. ભારતીય કિંમત મુજબ 8.3 લાખથી 11.44 લાખ વચ્ચે હોય શકે. નવી Suzuki WagonR Smileને હાલમાં માત્ર જાપાનમાં લોન્ચ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી સુઝુકી વેગનઆર સ્માઈલ કંપનીના વેગનઆર સ્ટાન્ડર્ડ મોડલની સરખામણીમાં ઘણી અલગ છે. ગ્રાહકોના આરામ માટે, કંપનીએ કારમાં સરળતાથી અંદર જવા અને બહાર આવવા માટે સ્લાઈડિંગ દરવાજા આપ્યા છે. એટલું જ નહીં, આ કાર વેગનઆરના સ્ટાન્ડર્ડ મોડલની સરખામણીએ 45 મીમી વધુ ઉંચી છે. કારનું વેંચાણ થવા પહેલા, કંપનીએ દર મહિને 5000 યુનિટ વેચવાની આશા રાખી રહી છે.



એન્જીન અને પાવર-
Suzuki WagonR Smileમાં 3-સિલિન્ડર 657ccનું નેચરલ એસ્પાયર્ડ પેટ્રોલ એન્જીન છે. આ એન્જીન 6500rpm પર 47bhp અને 5000rpm પર 58nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન સાથે CVT ટ્રાન્સમિશન સ્ટાન્ડર્જ મળે છે. રિપોર્ટ મુજબ કાર વેરિયન્ટમાં ઉપલબ્ધ થશે. જાપાની કંપની કારના ત્રણેય વેરિયન્ટમાં 2WD અને 4WDનો વિકલ્પ આપે છે. આ વચ્ચે, હાઈ-સ્પેક ટ્રિમ્સ એક હાઈબ્રિડ એન્જીન સાથે આવશે.



લુક અને ડિઝાઈન-
Suzuki WagonR Smileનું એક્સટીરિયર પ્રોફાઈલ બોક્સી છે પરંતુ ઘણું આકર્ષક છે. મિની-વેન જેવી ડિઝાઈન કરેલી આ કારમાં બંને સાઈડ સ્લાઈડિંગ દરવાજા આપવામાં આવ્યા છે. કારના ફ્રંટમાં 4 સર્ક્યુલર હેડલેંપ અને એક ક્રોમ ગ્રિલ વચ્ચે સુઝુકીનો લોગો આપવામાં આવ્યો છે. કારની પાછળની તરફ વર્ટિકલ આકારના ટેલલેંપ આપવામાં આવ્યા છે. કારની રૂફલાઈન સપાટ છે અને ગ્રાહકો આ કારના અનેક ડ્યુઅલ ટોન રંગના વિકલ્પોમાંથી પોતાના પસંદા ઓપશન નક્કી કરી શકે છે.


ઈન્ટીરિયર અને ફીચર્સ-
કારના ઈન્ટીરિયરની વાત કરવામાં આવે તો સેન્ટમાં એક મોટી ટચસ્ક્રિન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એક ડ્યુઅલ ટોન ડેશબોર્ડ, કારની સિટની નીચે સ્ટોરેજ યુનિટ આપવામાં આવ્યા છે. અને સ્ટીયરિંગ-માઉન્ટેડ કંટ્રોલ મળે છે. એક એનલોગ ઈન્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને એક મલ્ટી ઈન્ફોર્મેશન ડિસ્પ્લે પણ આપવામાં આવ્યું છે. આમાં રૂફ રેલ્સ, એલોય વ્હીલ્સ, બોડી કિટ અને અનેક વસ્તુઓ સામેલ છે. જે કારને પોતાની પસંદથી વર્સ્નલાઈઝ કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube