Swiggy IPO Listing: હોટલમાંથી ભોજન ઓર્ડર કરવા અને મંગાવવાની સુવિધા આપનાર ઓનલાઈન પ્લેટપોર્મ Swiggy Ltd.ના શેર બજારમાં બુધવારે પર્દાપણ સાથે કંપનીના 500થી વધુ વર્તમાન અને પૂર્વ કર્મચારી કરોડપતિની યાદીમાં સામેલ થઈ ગયા છે. આ બાબત સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું કે સ્વિગીએ એમ્પ્લોયી શેર ઓનરશિપ પ્લાન (ESOP) હેઠળ ₹390 પ્રતિ શેરની અપર ઈશ્યુ પ્રાઈસ લિમિટ પર 5,000 કર્મચારીઓને રૂ. 9,000 કરોડના શેર ફાળવ્યા છે. કંપનીના માર્કેટમાં લિસ્ટિંગ અને શેરના ભાવમાં વધારો થવાથી કર્મચારીઓને ફાયદો થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીએ આઈપીઓ (પ્રારંભિક જાહેર ઓફર) માટે શેર દીઠ રૂ. 371 થી રૂ. 390ની કિંમતની શ્રેણી રાખી હતી. આ બાબત સાથે સંકળાયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે, “એમ્પ્લોઇ શેર ઓપ્શન સ્કીમ હેઠળ 5,000 ભૂતપૂર્વ અને વર્તમાન કર્મચારીઓને 9,000 કરોડ રૂપિયાના શેર આપવામાં આવ્યા છે. પ્રાઇસ રેન્જની ઉપરની મર્યાદા (રૂ. 390)ના આધારે 5,000 કર્મચારીઓમાંથી 500 કર્મચારીઓ કરોડપતિઓની યાદીમાં સામેલ થયા છે.


આ પણ વાંચોઃ 19 નવેમ્બરે ઓપન થશે એનર્જી કંપનીનો IPO,પ્રાઇસ બેન્ડ ₹108,ગ્રે માર્કેટમાં તેજી


Swiggy IPO Listing
સ્વિગીના શેર બુધવારે એનએસઈમાં 390 રૂપિયાની કિંમતના મુકાબલે 7.69 ટકા વધી 420 રૂપિયા પર લિસ્ટ થયા હતા. બીએસઈમાં શેર ઈશ્યુ પ્રાઇસના મુકાબલે 5.64 ટકાના વધારા સાથે 412 રૂપિયા પર લિસ્ટ થયો હતો. બાદમાં તે 7.67 ટકાના વધારા સાથે 419.95 રૂપિયા પર પહોંચી ગયો હતો. કંપનીનો શેર 465 રૂપિયાના ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચી ગયો હતો. 


સ્વિગીના 11327 કરોડ રૂપિયાના આઈપીઓને 3.59 ગણું સબ્સક્રિપ્શન મળ્યું હતું. કંપનીનો આઈપીઓ શુક્રવારે બંધ થયો હતો. કંપનીના આઈપીઓમાં 4499 કરોડ રૂપિયાની કિંમતના નવા શેર અને 6828 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલ હેઠળ વેચવામાં આવ્યા હતા. સ્વિગીના પ્રોસ્પેક્ટસ મુજબ, તે નવા ઈશ્યૂમાંથી મળેલી આવકનો ઉપયોગ અન્ય કોર્પોરેટ પ્રવૃત્તિઓની વચ્ચે ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બ્રાન્ડ માર્કેટિંગ અને બિઝનેસ પ્રમોશન, ડેટ રિપેમેન્ટ અને એક્વિઝિશનમાં રોકાણ કરવા માટે કરશે.