નવી દિલ્હીઃ Syrma SGS Tech IPO Price Band: છેલ્લા ત્રણ મહિનામાં આઈપીઓ બજારમાંથી રોનક ગાયબ થઈ ચુકી છે. પરંતુ ત્રણ મહિના બાદ પ્રથમવાર કોઈ કંપની આઈપીઓ માર્કેટમાં એન્ટ્રી કરી રહી છે. કંપનીનું નામ છે  Syrma SGS Technology, જેનો આઈપીઓ 12 ઓગસ્ટ શુક્રવારે ખુલવા જઈ રહ્યો છે. રોકાણકારો 18 ઓગસ્ટ સુધી આ આઈપીઓમાં રોકાણ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

209-220 રૂપિયા પ્રાઇઝ બેન્ડ
એન્જિનિયરિંગ અને ડિઝાઇન કંપની  Syrma SGS Technology આઈપીઓ દ્વારા 840 કરોડ રૂપિયા ભેગા કરવાની સાથે કંપનીએ પ્રાઇઝ બેન્ડ પણ નક્કી કરી લીધી છે. આઈપીઓ માટે કંપનીએ 209-220 રૂપિયા પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. આ આઈપીઓમાં 766 કરોડ રૂપિયાના ફ્રેશ ઈશ્યૂ જારી કરવામાં આવી રહ્યાં છે. વર્તમાન ડાયરેક્ટર અને પ્રોમોટર્સ 33,69,360 શેર પોતાના હોલ્ડિંગમાંથી આઈપીઓ દ્વારા વેચવા જઈ રહ્યાં છે. કંપની પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ દ્વારા 37,93,103 શેર એલોટ કરી 110 કરોડ રૂપિયા ભેગા કરી શકે છે. 


આ પણ વાંચોઃ આ શું? સોનાના ભાવમાં ઘટાડો અને ચાંદી મોંઘી થઈ...ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ


35 ટકા કોટા રિટેલ રોકાણકારો માટે
આઈપીઓ દ્વારા ભેગી થનારી રકમથી મેન્યુફેક્ચરિંગ અને રિસર્ચ તથા ડેવલોપમેન્ટના વિસ્તાર માટે કેપિટલ એક્સપેન્ડિચરના ફન્ડિંગ પર ખર્ચ કરવામાં આવશે. નાના રોકાણકારો ઓછામાં ઓછા 68 શેર માટે અરજી કરી શકે છે અને તે માટે 14960 રૂપિયા રોકવા પડશે. વધુમાં વધુ 194,480 રૂપિયામાં 884 શેર માટે અરજી કરી શકે છે. આઈપીઓમાં 50 ટકા કોટા એન્કર ઈન્વેસ્ટર માટે, 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો અને 35 ટકા રિટેલ રોકાણકારો માટે અનામત છે. 


કંપનીના નાણાકીય પરિણામો પર ધ્યાન આપીએ તો 2021-22માં કંપનીનું રેવેન્યૂ 43 ટકા વધીને 1267 કરોડ રૂપિયા રહ્યું છે, તો નફો 17 ટકા વધી 76.46 કરોડ રૂપિયા રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube