બુધવારે ઓપન થશે વધુ એક આઈપીઓ, 106 રૂપિયા છે શેરનો ભાવ, અત્યારથી 86 રૂપિયાનો ફાયદો
ટીએસી ઇન્ફોસેકના આઈપીઓમાં શેરનો ભાવ 106 રૂપિયા છે, જ્યારે કંપનીના શેર ગ્રે માર્કેટમાં 86 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યાં છે. 106 રૂપિયાની અપર પ્રાઇઝ બેન્ડ પર ટીએસી ઈન્ફોસેકના શેર 192 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.
નવી દિલ્હીઃ જો તમે IPO માં પૈસા લગાવવાનું વિચારી રહ્યાં છો તો વધુ એક આઈપીઓ ઓપન થવાનો છે. આ ટીએસી ઈન્ફોસેકનો આઈપીઓ (TAC Infosec IPO) છે. કંપનીનો આઈપીઓ 27 માર્ચથી સબ્સક્રિપ્શન માટે ખુલી રહ્યો છે અને તે 2 એપ્રિલ 2024 સુધી ઓપન રહેશે. ટીએસી ઈન્ફોસેકના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 100થી 106 રૂપિયા છે. આઈપીઓ ખુલતા પહેલા કંપનીના શેર ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે. ટીએસી ઇન્ફોસેકના શેર ગ્રે માર્કેટમાં 80 ટકાથી વધુના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે.
પ્રથમ દિવસે 190 રૂપિયાની ઉપર જઈ શકે છે શેર
ટીએસી ઈન્ફોસેકના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 100થી 106 રૂપિયા છે. તો ગ્રે માર્કેટમાં કંપનીના શેર 86 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. 106 રૂપિયાની અપર પ્રાઇઝ બેન્ડ પર ટીએસી ઇન્ફોસેકના શેર 192 રૂપિયાની નજીક લિસ્ટ કરી શકે છે. એટલે કે જે ઈન્વેસ્ટરોને કંપનીના શેર એલોટ થશે, તે લિસ્ટિંગના દિવસે 81 ટકાથી વધુ ફાયદાની આશા કરી શકે છે. કંપનીના શેર શુક્રવાર 5 એપ્રિલ 2024ના નેશનલ સ્ટોક એક્સચેન્જના SME પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. કંપનીના શેરનું એલોટમેન્ટ 3 એપ્રિલે ફાઈનલ થશે.
આ પણ વાંચોઃ માર્ચ મહિનામાં આટલો વધીને આવશે કેન્દ્રીય કર્મચારીનો પગાર, જુઓ કેલકુલેશન
1200 શેર માટે દાવ લગાવી શકશે રિટેલ ઈન્વેસ્ટર્સ
ટીએસી ઈન્ફોસેકના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સ 1 લોટ માટે દાવ લગાવી શકશે. આઈપીઓના એક લોટમાં 1200 શેર છે. એટલે કે રિટેલ ઈન્વેસ્ટરે 127200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આઈપીઓ પહેલા કંપનીમાં પ્રમોટર્સની ભાગીદારી 78 ટકા છે, જે પબ્લિક ઈશ્યૂ બાદ 56.94 ટકા રહી જશે. ટીએસી ઈન્ફોસેકની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી. કંપનીના ક્લાઇન્ટ લિસ્ટમાં ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટ્યુશન્સ, ગવર્મેન્ટ રેગુલેટર્સ એન્ડ ડિપાર્ટમેન્ટ અને લોર્જ એન્ટરપ્રાઇઝ છે. કંપની આઈપીઓથી ભેગી કરેલી રકમનો ઉપયોગ ટીએસી સિક્યોરિટી ઇંકના એક્વિઝિશન અને તેના પૂર્ણ માલિકીવાળું એકમ બનાવવામાં કરશે. સાથે ફંડનો ઉપયોગ કોર્પોરેટ ઉદ્દેશ્ય માટે કરશે.