કોઈ પણ કંપનીના શેર ખરીદતા પહેલા તમારે તે કંપની વિશે અને તેની ઈન્ડસ્ટ્રી વિશે  બરાબર રિચર્ચ કરવું જોઈએ. આ તમને એ સમજવામાં મદદ કરશે કે કંપનીની નાણાકીય પરિસ્થિતિ કેવી છે અને શું તે ભવિષ્યમાં આગળ વધવાની શક્યતા ધરાવે છે કે નહીં. અહીં તમને એવી કેટલીક બાબતો વિશે જણાવીશું જે તમારે કોઈ પણ કંપનીના શેર ખરીદતા પહેલા ધ્યાનમાં રાખવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીની નાણાકીય સ્થિતિ
કંપનીની નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે તમારે તેની આવકનું વિવરણ, બેલેન્સ શીટ અને કેશ ફ્લો સ્ટેટમેન્ટ જોવા જોઈએ. આ દસ્તાવેજોથી ખબર પડશે કે કંપનીની આવક, દેવા અને કેશની સ્થિતિ કેવી છે. 


કંપનીનું મેનેજમેન્ટ
કંપનીના મેનેજમેન્ટની ગુણવત્તા તેના ભવિષ્યના પ્રદર્શન માટે મહત્વપૂર્ણ છે. એક મજબૂત મેનેજમેન્ટ ટીમ કંપનીને સફળતા માટે યોગ્ય દિશામાં લઈ જઈ શકે છે. 


કંપનીની ઈન્ડસ્ટ્રી
કંપની કયા ઉદ્યોગમાં છે? શું ઉદ્યોગમાં વૃદ્ધિની શક્યતા છે? ઉદ્યોગની સ્થિતિનું મુલ્યાંકન કરવાથી તમને એ સમજવામાં મદદ મળશે કે કંપની માટે ભવિષ્ય કેવું જોવા મળી રહ્યું છે. 


કંપનીના શેરની કિંમત
કંપનીના શેરની કિંમત તેના મૂલ્યને પ્રતિબિંબિત કરે છે. એક યોગ્ય મૂલ્ય પર શેર ખરીદવો મહત્વપૂર્ણ છે. 


આ વાતોનું પણ રાખો ધ્યાન
તમારી રીતે રિસર્ચ કરો. કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા  કંપની વિશે અને તેના ઉદ્યોગ  વિશે રિસર્ચ કરવું  ખુબ જરૂરી છે. એક પોર્ટફોલિયો બનાવો. તમામ ઈંડા એક જ ટોકરીમાં ન રાખો. એટલે કે તમારા રોકાણને વિવિધ પ્રકારના શેરો અને ઉદ્યોગોમાં ફેલાવો. નિયમિત રીતે રોકાણ કરો. નિયમિત રીતે રોકાણ કરવાથી તમે બજારની ઉતાર ચઢાવની સ્થિતિથી ઓછા પ્રભાવિત થશો. લાંબા સમયગાળા માટે રોકાણ કરો. શેર બજારમાં રોકાણ કરવા માટે સૌથી સારી રીત લાંબા પીરિયડ માટે રોકાણ કરવાનો છે. શેર બજાર એક જોખમભર્યું રોકાણ છે. આથી તમારા રોકાણને સમજવું અને એક યોજના બનાવવું મહત્વપૂર્ણ છે. 


 (Disclaimer: અહીં ફક્ત શેર અંગે જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)