નવી દિલ્હીઃ જો તમે મહિન્દ્રા કારની સવારી કરવા માગો છો તો કંપની તમારા માટે એક સારી ઓફર લાવી છે. દેશની દિગ્ગજ એસયુવી નિર્માતા કંપની મહિન્દ્રાની કારને તમે ભાડે પણ લઈ શકો છો. ભાડા પેટે કાર ચલાવવાનો સમયગાળો 5 વર્ષનો રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે, તે પસંદગીના મોડલ અને શહેર પર આધારિત હશે. અત્યારે મહિન્દ્રા દ્વારા આ સેવા દેશના 6 શહેરોમાં શરૂ કરાઈ છે, જેને ટૂંક સમયમાં જ 19 શહેર સુધી લંબાવાશે. 


કઈ-કઈ SUV ભાડે મળશે?
કંપનીના જણાવ્યા અનુસાર, લીઝ ઓપ્શન અંતર્ગત તમે એન્ટ્રી લેવલ સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલ (SUV) KUV 100, કોમ્પેક્ટ સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલ TUV300, મિડ-સાઈઝ્ડ SUV સ્કોર્પિયો, મલ્ટી પર્પસ વ્હીકલ Marrazzo અને પ્રીમિયમ સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલ XUV500 વગેરે ભાડે લઈ શકો છો. 


KUV100 નું માસિક ભાડું રૂ.13,499 હશે, જ્યારે XUV500 માટે તમારે માસિક રૂ.32,399 ચૂકવવા પડશે. 


ટાટા મોટર્સે લોન્ચ કરી આ સુંદર કાર, કિંમત રૂ.5.20 લાખથી શરૂ


ભાડા પેટે મહિન્દ્રા SUV લેનારા રહેશે ટેન્શન ફ્રી
મહિન્દ્રા ભાડા પર આપવાની આ સ્કીમમાં કારનો ઈન્શ્યોરન્સ, એન્ડ ટૂ એન્ડ રોડ મેઈન્ટેનન્સ, ઓન રોડ આસિસ્ટન્સ, દુર્ઘટના બાદ રિપેરિંગ અને 14 કલાક રિપ્લેસમેન્ટ સહિત અનેક સેવાઓ પણ પુરી પાડશે. 



કંપનીએ આ સેવા માટે ગ્લોબલ લિઝિંગ સર્વિસ કંપની ઓરિક્સ અને એએલડી ઓટોમેટિવ સાથે ભાગીદારી કરી છે. 


મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ગ્રુપ ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર અને ચીફ ઈન્ફોર્મેશન ઓફિસર વી.એસ. પાર્થસારથીએ જણાવ્યું કે, અમારા લીઝિંગ મોડલનું લક્ષ્ય નવા વર્ગના ગ્રાહકોને કંપની સાથે જોડવાનું છે, જેમાં પ્રોફેશનલ્સ અને નાના કારોબારીઓ ઉપરાંત અન્ય લોકોનો સમાવેશ થાય છે.