નવી દિલ્હીઃ ક્લાઉડ કમ્યુનિકેશન્સ કંપની તાનલા પ્લેટફોર્મ્સના શેરમાં તોફાની તેજી આવી છે. કંપનીના શેર 30000 ટકાથી વધુ ચઢી ગયા છે. તાનલા પ્લેટફોર્મ્સ (Tanla Platforms) ના શેર 3 રૂપિયાથી વધી 800 રૂપિયાને પાર પહોંચી ગયા છે. તાનલા પ્લેટફોર્મ્સના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 1360 રૂપિયા છે. તો કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 840.10 રૂપિયા છે. છેલ્લા પાંચ વર્ષમાં તાનલા પ્લેટફોર્મ્સના શેર 2700 ટકાથી વધુનો ઉછાળ આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 લાખ રૂપિયાના બનાવી દીધા 3 કરોડથી વધુ
તાનલા પ્લેટફોર્મ્સ (Tanla Platforms)ના સ્ટોકે છેલ્લા 10 વર્ષમાં જોરદાર રિટર્ન આપ્યું છે. કંપનીના શેર 30 ઓગસ્ટ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 2.75 રૂપિયા પર હતા. તાનલા પ્લેટફોર્મ્સના શેર 8 જૂન 2023ના બીએસઈમાં 840.10 રૂપિયા પર બંધ થયા હતા. કંપનીના સ્ટોકે આ પીરિયડમાં 30449 ટકાનું રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 30 ઓગસ્ટ 2013ના તાનલા પ્લેટફોર્મ્સના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને પોતાનું ઈન્વેસ્ટમેન્ટ બનાવી રાખ્યું ગોત તો આ સમયે તેની વેલ્યૂ 3.05 કરોડ રૂપિયા થઈ ગયા હોત.


આ પણ વાંચોઃ Petrol Price: પેટ્રોલ-ડીઝલની કિંમત પર આવી ગયું અપડેટ, જાણો ક્યારે ભાવમાં થશે ઘટાડો


8 વર્ષમાં સ્ટોકમાં આવ્યો 5200 ટકાથી વધુ ઉછાળ
તાનલા પ્લેટફોર્મ્સ (Tanla Platforms)ના શેરમાં છેલ્લા 8 વર્ષમાં 5217 ટકાનો ઉછાળ આવ્યો છે. કંપનીના શેર 5 જૂન 2015ના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 15.80 રૂપિયા પર હતા. તાનલા પ્લેટફોર્મ્સના શેર 8 જૂન 2023ના બીએસઈમાં 840.10 રૂપિયા પર બંધ થયા છે. જો કોઈ વ્યક્તિએ 5 જૂન 2015ના તાનલા પ્લેટફોર્મ્સના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેની વેલ્યૂ 53.17 લાખ રૂપિયા હોત. 


અઢી મહિનામાં શેરમાં 65 ટકાનો વધારો
તાનલા પ્લેટફોર્મ્સના શેરમાં છેલ્લા અઢી મહિનામાં આશરે 65 ટકાનો ઉછાળ આવ્યો છે. કંપનીના શેર 27 એપ્રિલ 2023ના બીએસઈમાં 509.45 રૂપિયા પર હતો, જે 8 જૂના 840.10 રૂપિયા પર બંધ થયા છે. 


આ પણ વાંચોઃ કચરાથી કમાણી કરનારી કંપની લાવી રહી છે IPO,જાણો પ્રાઇઝ બેન્ડ સહિત અન્ય વિગત


(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેરમાં રોકાણ જોખમનો અધીન હોય છે. રોકાણ પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube