નવી દિલ્હીઃ વર્ષ 2019ના અંતિમ દિવસે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે આગામી પાંચ પર્ષમાં દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં 105 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પૂરા કરવામાં આવશે. આ વિશે બનેલા ટાસ્ક ફોર્સનો રિપોર્ટ પણ મંગળવારે જારી કરવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીનું સપનું
ઉલ્લેખનીય છે કે દેશની અર્થવ્યવસ્થામાં મંદીને જોતા તે વાતની જરૂર હતી કે સરકારી ખર્ચ વધારવામાં આવે. હવે નાણાપ્રધાનની આ જાહેરાતથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી કંપનીઓના કારોબારમાં તેજી આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સ્વતંત્રતા દિવસના ભાષણમાં સૌથી પહેલા આ વાત કરી હતી કે આગામી 5 વર્ષમાં દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં 100 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.


આ સેક્ટરમાં આવશે પ્રોજેક્ટ
નાણાપ્રધાન નિર્મલા સીતારમને એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, તેમાંથી મોટા ભાપના પ્રોજેક્ટ પાવર, હેલ્થ, રેલવે, શહેરી, સિંચાઈ, ડિજિટલ વગેરે સેક્ટર સાથે જોડાયેલા હશે. તેમણે આગળ કહ્યું કે, ટાસ્ક ફોર્સે છેલ્લા ચાર મહિનામાં 70 સ્ટેકહોલ્ડરની સલાહ લેવા માટે કુલ 70 બેઠકો કરી છે. તેમણે તે પણ એલાન કર્યું કે, દેશમાં પ્રથમવાર એક નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (NIP) સંકલન મિકેનિઝમની શરૂઆત કરવામાં આવશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....