મુંબઈ : વાહન કંપની તાતા મોટર્સે શનિવારે સત્તાવાર માહિતી આપી હતી કે તે એપ્રિલ મહિનાથી યાત્રી વાહનોની કિંમત 25 હજાર રૂપિયા જેટલી વધી જશે. કંપનીએ કહ્યું છે કે પ્રોડક્શન ખર્ચ વધવાને કારણે તેમજ બાહ્ય આર્થિક પરિસ્થિતિઓને લીધે આ કિંમત વધારવાની ફરજ પડી રહી છે. આ પહેલાં ટોયોટા અને જગુઆર લેન્ડ રોવર પણ એપ્રિલથી પસંદગીના મોડલ્સની કિંમત વધારવાનું એલાન કરી ચૂકી છે.  આ વધારો પહેલી એપ્રિલથી લાગુ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાતા મોટર્સના અધ્યક્ષ મયંક પારીકે કહ્યું છે કે માર્કેટની બદલાતી પરિસ્થિતિ, વધી રહેલી પ્રોડક્શનની કિંમત અને બીજા પરિબળોને કારણે કિંમત વધારવાની ફરજ પડી રહી છે. તાતા મોટર્સ હાલમાં નેનોથી માંડીને પ્રીમિયમ એસયુવી હેક્સા સુધીની કારનું વેચાણ કરે છે જેની કિંમત 2.36 લાખ રૂપિયાથી માંડીને 18.37 લાખ રૂપિયા સુધી છે.  


તાતા મોટર્સે ખાનગી વપરાશકારો માટે ઇલેક્ટ્રિક વાહન લાવવાની યોજના બનાવી છે. તાતા મોટર્સ હાલમાં ઘરેલુ માર્કેટમાં ટિગોરના રૂપમાં ઇલેકટ્રિક ઓપ્શન આપે છે. કંપનીએ હાલમાં કહ્યું હતું કેતે આવનારા વર્ષોમાં એવા ઇલેક્ટ્રીક વાહન લાવશે જે વ્યાપક બનશે.


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...