1600 રૂપિયાને પાર જશે ટાટાનો આ શેર, કંપની આપશે ડિવિડેન્ટ, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો, નફો થશે
જો તમારી પાસે ટાટા ગ્રુપની આ કંપનીના શેર હશે તો તમને જલદી ડિવિડેન્ડ મળી શકે છે. કંપની બોર્ડની બેઠકમાં તેના પર પ્રસ્તાવ પાસ થઈ શકે છે.
Tata Group Stock: ટેલીકોમ સેક્ટર સાથે જોડાયેલી ટાટા ગ્રુપની કંપની- ટાટા કમ્યુનિકેશન્સ ડિવિડેન્ટ આપવાની છે. આ પ્રસ્તાવને બોર્ડ મીટિંગમાં મંજૂરી મળવાની આશા છે. તો ટાટા કમ્યુનિકેશન્સના શેર (TaTa communications Share) ને લઈને બ્રોકરેજ બુલિશ જોવા મળી રહ્યાં છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે આ શેરને ખરીદવાની સલાહ આપી છે.
શું છે ટાર્ગેટ પ્રાઇઝ
આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ પ્રમાણે ટાટા કમ્યુનિકેશન્સના શેરની કિંમત 1640 રૂપિયાના સ્તર સુધી જઈ શકે છે. બીએસઈ પર અત્યારે આ શેરની કિંમત 1259.60 રૂપિયા છે. આ પ્રમાણે તેમાં 25 ટકા તેજીનું અનુમાન લગાવી શકાય છે. 12 જાન્યુઆરી 2023ના આ શેરની કિંમત 1429.95 રૂપિયા હતી, જે 52 સપ્તાહમાં ઉચ્ચ સ્તર છે. ત 15 જૂન 2022ના શેરની કિંમત 856 રૂપિયાના નીચલા સ્તર પર હતી.
ક્યારે કેટલું રિટર્ન
શેરના પરફોર્મેંસની વાત કરીએ તો ત્રણ વર્ષમાં 434.75 ટકાનું રિટર્ન મળ્યું છે. પરંતુ ત્યારબાદ 2 વર્ષથી એક મહિનાના સમયગાળા માટે રિટર્ન સામાન્ય રહ્યું છે કે પછી નેગેટિવમાં ગયું. એક સપ્તાહ દરમિયાન શેરમાં 2.63 ટકા સુધીની તેજી આવી છે.
આ પણ વાંચોઃ ભારતની 5 સૌથી અમીર મહિલાઓને મળો, કેટલીક કોલેજ ગઈ નથી અને કોઈ છે બિગ બુલની પત્ની
બોર્ડ મીટિંગ યોજાશે
ટાટા કમ્યુનિકેશન્સ લિમિટેડે બીએસઈએ જણાવ્યું કે આગામી 19 એપ્રિલ 2023ને કંપનીના બોર્ડની બેઠક થવાની છે. આ બેઠકમાં જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરના પરિણામની જાહેરાત થશે. આ સાથે ડિવિડેન્ડ આપવાના પ્રસ્તાવ પર પણ મંજૂરી મળવાની આશા છે.
કેવા હતા ક્વાર્ડરના પરિણામ
ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન ટાટા કમ્યુનિકેશન્સની કુલ આવક 4559.09 કરોડ રૂપિયા રહી. આ એક વર્ષના ગાળાના મુકાબલે 8.45 ટકા વધુ છે. એક વર્ષ પહેલાં કુલ ઇનકમ 4203.69 કરોડ હતી. કંપનીનો નેટ પ્રોફિટ 387.04 કરોડ રૂપિયા છે.
(નોંધઃ માત્ર નિષ્ણાંતોના આકલનના આધારે આ માહિતી આપવામાં આવી છે. શેર બજારમાં જોખમ રહેલું હોય છે. રોકાણ કરતા પહેલા તમારા સલાહકાર સાથે ચર્ચા કરો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube