Tata Communications share price: માર્ચ ત્રિમાસિક પરિણામો બાદ ગત શુક્રવારે ટાટાની કંપની ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો. શુક્રવારે ટ્રેડિંગ દરમિયાન આ 6 ટકા તૂટીને 1740.90 રૂપિયા પર પહોંચી ગયો. ટાટા ગ્રુપની આ કંપનીએ લગભગ બે અઠવાડિયા પહેલાં પોતાના 52 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તર 2,085 રૂપિયાને ટચ કર્યો હતો. આ સંદર્ભમાં શેરમાં 16 ટકાનો ઘટાડો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

6% વધ્યો અંબાણીની કંપનીનો પ્રોફિટ, શેર પર એક્સપર્ટ સતર્ક, ₹318 પર આવશે ભાવ!


બ્રોકરેજ અભિપ્રાય
ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડના શેર પર કેટલાક બ્રોકરેજ બુલિશ જોવા મળી રહ્યા છે. સ્થાનિક બ્રોકરેજ મોતીલાલ ઓસ્વાલે કહ્યું- અમે નાણાકીય વર્ષ 2024-26માં આવક અને EBITDA માં અનુક્રમે 14 ટકા અને 20 ટકા CAGRનો અંદાજ લગાવીએ છીએ. અમે FY26માં અમારા EBITDA અંદાજમાં 7 ટકાનો વધારો કર્યો છે. બ્રોકરેજે નાણાકીય વર્ષ 2027 સુધીમાં ડિજિટલ પોર્ટફોલિયોમાં રૂ. 28,000 કરોડની આવક વૃદ્ધિનું લક્ષ્ય નક્કી કર્યું છે. કંપનીનું ચોખ્ખું દેવું વધ્યું છે. તે વાર્ષિક ધોરણે 60 ટકા વધીને રૂ. 9,000 કરોડ થયો છે. મોતીલાલ ઓસવાલે આ શેરની કિંમત રૂ. 1,910 નક્કી કરી છે. જેમાં હવે ઘટાડો થયો છે.


એન્જીનિયરિંગ બાદ વિદેશમાં લાખોનો પગાર... પછી નોકરી છોડી બન્યા સાધુ


કંપનીના ત્રિમાસિક પરિણામો
તાજેતરમાં જ ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડે માર્ચ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. ત્રિમાસિક પરિણામ દરમિયાન કંપનીના પ્રોફિટમાં વર્ષ દર વર્ષે (YoY) આધાર પર 1.5 ટકાનો ઘટાડો નોંધાયો છે અને આ 321.2 કરોડ રૂપિયા પર આવી ગયો. કંપનીનો નફો એક વર્ષ પહેલાંના સમયગાળામાં 326 કરોડ રૂપિયા હતો. પરિચાલનમાંથી આવક લગભગ 25 ટકા વધીને રૂ. 5,691.7 કરોડ થઈ છે જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 4,568.7 કરોડ હતી.


ફક્ત 3.47 લાખ રૂપિયાની ઇલેક્ટ્રિક કાર, એકવાર ચાર્જ કરો 1200Km નોનસ્ટોપ દોડશે


તો બીજી તરફ કંપનીના એબિટા વાર્ષિક આધાર પર ફક્ત 2.1 ટકા વધીને 1,056.3 કરોડ રૂપિયા થઇ ગયો. તેનું માર્જિન એક વર્ષમાં 22.6 ટકાથી ઘટીને 18.6 ટકા થઇ ગયું. કંપનીએ એ પણ કહ્યું કે તેના બોર્ડે 31 માર્ચ 2024 ના સમાપ્ત નાણાકેય વર્ષ માટે 16.70 રૂપિયા પ્રતિ શેરના ફાઇનલ ડિવિડેન્ડની ભલામણ કરી છે. 


આગામી 22 દિવસ આ રાશિઓને મળશે ધમાકેદાર ફાયદો, સૂર્યદેવ ચમકાવશે ભાગ્ય