નવી દિલ્હીઃ  Tata Technologies IPO: લગભગ 2 દાયકા બાદ ફરી ટાટા ગ્રુપની કોઈ કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે. આ કારણે ઈન્વેસ્ટરોમાં ખુબ ચર્ચા છે. અમે વાદ કરી રહ્યાં છીએ ટાટા ટેક્નોલોજી (Tata Technologies) ના આઈપીઓની જેને સેબી તરફથી મંજૂરી મળી ગઈ છે. આશા છે કે ઓગસ્ટ મહિનાના અંત કે પછી સપ્ટેમ્બરમાં ટાટા ટેક્નોલોજીનો આઈપીઓ પ્રાઇમરી માર્કેટમાં એન્ટ્રી કરી શકે છે. આવો સમજીએ તેની સાથે ક્યા-ક્યા જોખમ જોડાયેલા છે અને આઈપીઓને લઈને સંભાવનાઓ શું છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે જીએમપી?
ગ્રે માર્કેટ પર નજર રાખનાર એક્સપર્ટ અનુસાર કંપનીનો શેર 105 રૂપિયાના પ્રીમિયમ પર આજે ટ્રેડ કરી રહ્યો છે. પાછલા સપ્તાહના મુકાબલે તેમાં તેજી છે. જે એક મજબૂત લિસ્ટિંગ તરફ ઈશારો કરી રહી છે. નોંધનીય છે કે પાછલા સપ્તાહે ટાટા ટેક્નોલોજીના આઈપીઓનો જીએમપી 89 રૂપિયા હતો. 


આ પણ વાંચોઃ આ વસ્તુ ભૂલ્યા હશો તો ટાઈમસર ITR ફાઈલ કરવા છતાંય લાગશે રૂપિયા 5 હજારનો ચૂનો!


શું હોઈ શકે છે પ્રાઇઝ બેન્ડ?
સ્ટોક માર્કેટના નિષ્ણાંતો પ્રમાણે Cyient નું માર્કેટ કેપ 12000 કરોડ રૂપિયાનું છે. ટાટા ટેક્નોલોજીએ 405,668,560 શેરનો પ્રસ્તાવ આપ્યો છે. તેવામાં કંપનીના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 195 રૂપિયા આસપાસ હોઈ શકે છે. પરંતુ કંપનીએ 10થી 15 ટકાનું ડિસ્કાઉન્ટ આપ્યું તો પ્રાઇઝ બેન્ડ 265-270 રૂપિયા સુધી હોઈ શકે છે. પરંતુ જો કંપનીને લાગ્યું કે આઈપીઓને લઈને માર્કેટમાં રિસ્પોન્સ બનેલો છે તો આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 315 રૂપિયાથી 320 રૂપિયા સુધી હોઈ શકે છે. 


શું છે જોખમ?
1. કંપનીનું મોટુ રેવેન્યૂ માત્ર 5 કસ્ટમર દ્વારા આવે છે. 
2. કંપનીનું રેવેન્યૂ ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રીથી વધુ આવે છે. તેવામાં કંપની સેક્ટરનું પ્રદર્શન કંપનીના કેશ ફ્લો, રેવેન્યૂ પર વધુ અસર કરશે.
3. ઈવી સેક્ટરની અનિશ્ચિતતાઓ કેશ ફ્લો અને ઓપરેશન પર પ્રભાવ પાડી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube