ભારતની આ કંપની બની દુનિયાની સૌથી મૂલ્યવાન IT કંપની, Accentureને પણ પાછળ છોડી
ટાટા ગ્રુપની પ્રમુખ ફર્મ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (Tata Consultancy Services) પ્રથમ વખત વિશ્વની સૌથી વધારે મૂલ્યવાન (world`s most-valuable) સૂચના ટેકનોલોજી (Information technology) કંપની બની ગઈ છે. ટાટાની આ કંપનીએ એક્સેન્ચર (Accenture)ને પાછળ છોડી આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. TCSનું માર્કેટ કેપિટલાઈઝેશન ગુરુવારે (8 ઓક્ટોબર ક્લોઝિંગ ડેટા)નો એક્સેન્ચરના $143.1 બિલિયન મૂડીકરણની સરખામણીમાં 144.7 બિલિયન ડોલર હતી. ગુરૂવારના ટીસીએસના શેર 3.19 ટકા સુધી તેજી સાથે 2,825 રૂપિયાના રેટ પર બંધ થયો પરંતુ શુક્રવાર (9 ઓક્ટોબર)ના એક ટકા નબળાઈ સાથે 2,792 રૂપિયા પર ખુલ્યો હતો.
મુંબઇ: ટાટા ગ્રુપની પ્રમુખ ફર્મ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (Tata Consultancy Services) પ્રથમ વખત વિશ્વની સૌથી વધારે મૂલ્યવાન (world's most-valuable) સૂચના ટેકનોલોજી (Information technology) કંપની બની ગઈ છે. ટાટાની આ કંપનીએ એક્સેન્ચર (Accenture)ને પાછળ છોડી આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. TCSનું માર્કેટ કેપિટલાઈઝેશન ગુરુવારે (8 ઓક્ટોબર ક્લોઝિંગ ડેટા)નો એક્સેન્ચરના $143.1 બિલિયન મૂડીકરણની સરખામણીમાં 144.7 બિલિયન ડોલર હતી. ગુરૂવારના ટીસીએસના શેર 3.19 ટકા સુધી તેજી સાથે 2,825 રૂપિયાના રેટ પર બંધ થયો પરંતુ શુક્રવાર (9 ઓક્ટોબર)ના એક ટકા નબળાઈ સાથે 2,792 રૂપિયા પર ખુલ્યો હતો.
આ પણ વાંચો:- RBI ગવર્નરની મોટી ભેટ, ડિસેમ્બરથી સાતે દિવસ, 24 કલાક મળશે RTGS સુવિધા
વધુ એક ઉપલબ્ધિ
આ અગાઉ TCSએ સોમવારે (5 ઓક્ટોબર)ના એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી હતી. 10 લાખ કરોડ રૂપિયાથી વધુની વેલ્યુ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પછી તે બીજી ભારતીય કંપની બની. શેરના ભાવમાં વધારા પછી બીએસઈ પર ટીસીએસનું માર્કેટ કેપિટલાઇઝેશન 69,082.25 કરોડ રૂપિયાથી વધીને 10,15,714.25 કરોડ રૂપિયા થયું છે.
આ પણ વાંચો:- RBIએ વ્યાજ દરની જગ્યાએ ખોલ્યો બીજો માર્ગ, જુઓ હવે કેવી રીતે મળશે સસ્તી હોમ લોન
TCSએ કરી 16000 કરોડ રૂપિયાની બાયબેકની ઘોષણા
ટીસીએસએ બુધવારે 16,000 કરોડ રૂપિયાના બાયબેક પ્લાનની જાહેરાત કરી, જે ઇક્વિટી શેર દીઠ 3,000 રૂપિયા છે. વર્ષ 2017 અને 2018માં પણ કંપનીએ 16,000 કરોડ રૂપિયાના શેર માટે સમાન બાયબેક યોજનાની ઘોષણા કરી હતી. ત્યારબાદ આ શેર દીઠ રૂ. 2,100 ના દરે ખરીદી કરવામાં આવી હતી, જેમાં લગભગ 7.61 કરોડ શેર પાછા ખરીદ્યા હતા. 2017માં પણ કંપનીએ સમાન શેર ખરીદીની જાહેરાત કરી હતી. આ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અપેક્ષિત પરિણામો કરતાં વધુ સારા હોવાને કારણે ટીસીએસના શેરમાં વેગ મળવાનું ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube