TCS Salary Hike: નવા વર્ષમાં TCS ના કર્મચારીઓને બખ્ખાં, 70% સુધીનો પગાર વધારો! શું વાત સાચી છે?
TCS Salary Hike: કંપની કર્મચારીઓના વેતનમાં 20 થી 70 ટકા સુધીની વૃદ્ધિ કરવાની છે. આની સાથે જ કંપની પોતાના 100 ટકા કર્મચારીઓની સેલેરીમાં ફેરફાર કરવા જઇ રહી છે. આ વધારો નવા વર્ષથી લાગુ થઇ જશે. આની સાથે જ એ દાવો કરવામાં આવી રહ્યો હતો કે, આ વધારાનો ફાયદો ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ (Tata Consultancy Services Salary Hike)ના 4 લાખથી વધુ કર્મચારીઓને મળશે. જોકે, આ સમાચાર વહેતા થયા બાદ તેની હકીકત ચકાસવામાં આવી.
TCS Salary Hike: જુનુ વર્ષ એટલેકે, વર્ષ 2022 હવે પુરું થઈ રહ્યું છે અને 2023નું આગમન થઈ રહ્યું છે. ત્યારે નવા વર્ષમાં કેટલીક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. આ સ્થિતિમાં હવે મધ્યમ વર્ગીય પરિવારો માટે મુશ્કેલીઓમાં વધારો થયો છે. ત્યારે ટાટામાં કામ કરતા કર્મચારીઓને મોંઘવારી નહીં નડે! ખાસ કરીને ટાટાની ટીસીએસ કંપની દ્વારા નવા વર્ષમાં કર્મચારીઓને આપવામાં આવ્યું છે નવું નજરાણું. કર્મચારીઓના પગારમાં કરવામાં આવ્યો છે ધરખમ વધારો.
વર્ષ 2022 હવે પુરુ થઇ ગયુ છે, આવામાં નવા વર્ષની શરૂઆત પહેલા ટાટા કન્સલટન્સી સર્વિસીઝ (Tata Consultancy Services) ને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. છેલ્લા કેટલાય દિવોસથી કેટલાય મીડિયા રિપોર્ટ્સે એ દાવો કર્યો છે કે, ટીસીએસ (TCS)એ પોતાના કર્મચારીઓને તગડી સેલેરી આપવામાં ફેંસલો કર્યો છે. કંપની કર્મચારીઓના વેતનમાં 20 થી 70 ટકા સુધીની વૃદ્ધિ કરવાની છે. આની સાથે જ કંપની પોતાના 100 ટકા કર્મચારીઓની સેલેરીમાં ફેરફાર કરવા જઇ રહી છે. આ વધારો નવા વર્ષથી લાગુ થઇ જશે. આની સાથે જ એ દાવો કરવામાં આવી રહ્યો હતો કે, આ વધારાનો ફાયદો ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ (Tata Consultancy Services Salary Hike)ના 4 લાખથી વધુ કર્મચારીઓને મળશે.
કંપની દ્વારા પગાર વધારાની ખબરને ગણાવાઈ ખોટીઃ
હવે કંપનીએ ટાટા પગાર વધારાની ખબરોનું ખંડન કર્યું છે. કંપનીએ સેલેરી હાઈકના ન્યૂઝને ખોટા ગણાવ્યાં છે. કંપનીએ આ અંગે નિવેદન જાહેર કરીને આ ખબર પુરેપુરી રીતે ખોટી છે, અને આમાં બિલકુલ સચ્ચાઇ નથી, હાલમાં કંપનીએ આ પ્રકારનો કોઇ વેતન વધારા (Salary Hike)નુ એલન નથી કર્યુ. આની સાથે જ કંપનીએ પોતાના શેર હૉલ્ડર્સ અને કર્મચારીઓને આવા કોઇપણ પ્રકારના દાવા પર ધ્યાન ના આપવાની સલાહ આપી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ટીસીએસે એ બતાવ્યુ છે કે, કંપનીનું quarter પ્રૉફિટ પહેલીવાર 10,431 કરોડ પર પહોંચ્યુ છે. આવામાં કંપનીના શાનદાર પ્રદર્શન બાદ એવો કયાસ લગાવામાં આવી રહ્યો હતો, કે તે જલદી પોતાના કર્મચારીઓને મોટી ગિફ્ટ આપી શકે છે.