TATA Group Stocks: સ્ટોક માર્કેટમાં ટાટા ગ્રુપની 28 કંપનીઓ લિસ્ટેડ છે, જેમાંથી 24 કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષમાં બે આંકડામાં રિટર્ન આપ્યું છે. આ સ્ટોકમાં રોકાણકારોને સારી કમાણી થઈ છે. પરંતુ કેટલાક ટાટા ગ્રુપના સ્ટોકમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં ટાટા ગ્રુપના 12 સ્ટોક વિશે જણાવી રહ્યાં છીએ, જેણે 154 ટકાનું રિટર્ન નાણાકીય વર્ષ 2023ના છ મહિના દરમિયાન આપ્યું છે. ટાટા ગ્રુપની આર્ટસન એન્જિનિયરિંગ લિમિટેડના સ્ટોકની વર્તમાન કિંમત 167.80 રૂપિયા છે, જેણે એપ્રિલથી અત્યાર સુધી 154 ટકા રિટર્ન આપ્યું છે, જ્યારે છ મહિના દરમિયાન 138 ટકાનું રિટર્ન આપ્યું છે. શુક્રવારે તેના શેરમાં 2 ટકા જેટલો ઘટાડો થયો હતો. 


આ પણ વાંચોઃ આ 5 શેર બનાવી દેશે માલામાલ! જો તમને મોટો નફો જોઈતો હોય તો પૈસાનું રોકાણ કરવાનું...


ટાટા ગ્રુપ સાથે જોડાયેલી ગોવાની ઓટોમોબાઇલ કંપની શુક્રવારે 1.40 ટકાના ઉછાળ સાથે 1,494.95 રૂપિયા પ્રતિ શેર પર કારોબાર કરી રહી હતી. તેણે આ નાણાકીય વર્ષમાં 105 ટકાનું રિટર્ન આપ્યું છે. તો ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનની વર્તમાન કિંમત 3285 રૂપિયા છે, જેણે ચાલુ નાણાકીય વર્ષમાં 97 ટકાનું રિટર્ન આપ્યું છે. 


આ રીતે બનારસ હોટલ્સ લિમિટેડના શેરની કિંમત 5850 રૂપિયા છે, જેમાં આ વર્ષે 79 ટકાનો વધારો થયો છે. ટાટા ટેલીસર્વિસેઝમાં આ નાણાકીય વર્ષમાં 77 ટકાનો વધારો થયો છે અને તે 99.45 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. Tayo Rolls ના એક શેરની કિંમત 91.50 રૂપિયા છે અને તેમાં ચાલુ નાણાકીય વર્ષમાં 76 ટકાનો વધારો થયો છે. 


આ પણ વાંચોઃ કરોડપતિ બનવું છે તો દરરોજ માત્ર 100 રૂપિયાની બચત કરો, સમજો ધનવાન બનવાની ફોર્મ્યૂલા


ટાટા ગ્રુપની કંપનીઓમાં ટાટા કમ્યુનિકેશનના શેર ચાલુ નાણાકીય વર્ષમાં 52 ટકા વધ્યા છે અને શુક્રવારે તે 1925.20 રૂપિયા પર કારોબાર કરી રહ્યાં હતા. નેલ્કોમાં એપ્રિલથી અત્યાર સુધી 50 ટકાનો વધારો થયો છે અને તે 780.20 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. ટ્રેન્ટ 2082.65 રૂપિયા પર છે અને તેમાં એપ્રિલ બાદ 50 ટકાનો વધારો થયો છે. તેજસ ટીઆરએફ 47 ટકા વધી 238.50 રૂપિયા પ્રતિ શેર પર છે. ટાટા મોટર્સેના શેરમાં આ વર્ષમાં 46 ટકાનો વધારો થયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube