₹3700 પર જશે ટાટા ગ્રુપનો આ શેર, એક્સપર્ટે કહ્યું- અત્યારે રોકાણ કરશો તો થશે મોટો નફો
મોતીલાલ ઓસવાલ પ્રમાણે ટાટા ગ્રુપના આ શેરમાં તેજી આવી શકે છે. ઘરેલૂ બ્રોકરેજે તેની ટાર્ગેટ પ્રાઇઝ 3730 રાખી છે અને સ્ટોક પર બાય રેટિંગ આપી છે.
નવી દિલ્હીઃ આશાથી ઓછા નફા અને માર્જિન નંબર નોંધાવા છતાં બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ ટીસીએસના શેરો પર બુલિશ છે. મોતીલાલ ઓસવાલ પ્રમાણે ટાટા ગ્રુપના શેરમાં તેજી આવી શકે છે. ઘરેલૂ બ્રોકરેજે તેની ટાર્ગેટ પ્રાઇઝ 3730 રાખી છે અને સ્ટોક પર બાય રેટિંગ આપ્યું છે. વર્તમાનમાં કંપનીના શેર 3266 રૂપિયા પર છે. એટલે કે તેમાં રોકાણ કરવાથી 14.21 ટકા નફો થઈ શકે છે. એક્સપર્ટ પ્રમાણે 3000 રૂપિયા નવા પ્રવેશ માટે સારૂ સ્તર છે.
શું કહે છે એનાલિસ્ટ?
એનાલિસ્ટનું કહેવું છે કે વ્યાજદરમાં વધારો, સ્લો ઇકોનોમી અને વધતા ભૂ-રાજકીય તણાવે બજારને ખુબ પ્રભાવિત કરી છે અને આઈટી ખર્ચ પર ચિંતા વ્યક્ત કરી છે. મોતીલાલ ઓસવાલનું કહેવું છે કે ટીસીએસની સાઇઝ, ઓર્ડર બુક અને લાંબા સમય માટે ઓર્ડર અને પોર્ટફોલિયોના જોખમને જોતા આ નબળા મેક્રો એનવાયરમેન્ટ વચ્ચે અંદાજિત ઇન્ડસ્ટ્રી વૃદ્ધિ માટે સારી સ્થિતિમાં છે.
આ પણ વાંચોઃ EPFO: 73 લાખ પેન્શનરો માટે મોટા સમાચાર, ટૂંક સમયમાં સરકાર ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે
TCS ના નાણાકીય પરિણામ
પ્રથમ ક્વાર્ટરમાં ટીસીએસનો શુદ્ધ લાભ 5 ટકા વધી ગયો છે. ટીસીએસનો નફો એક વર્ષ પહેલા જૂન ક્વાર્ટર 9008 કરોડ રૂપિયાની તુલનામાં 9,478 કરોડ રૂપિયા થઈ ગયો છે. એપ્રેલ-જૂન 2022 કંપનીની આવક 16.2 ટકા વધી 52,758 કરોડ રૂપિયા થઈ ગઈ, જે એક વર્ષના પહેલાના ગાળામાં તે 45,411 કરોડ રૂપિયા હતી. જૂન 1011 ક્વાર્ટર દરમિયાન ટીસીએસનો કુલ ખર્ચ 19.95 ટકા વધી 40,572 કરોડ રૂપિયા થઈ ગયો, જ્યારે પાછલા વર્ષના આ સમયગાળામાં તે 33823 કરોડ રૂપિયા હતી. બીએસઈ ફાઇલિંગ અનુસાર તેના કર્મચારીનો ખર્ચ પણ 25649 કરોડ રૂપિયાના મુકાબલે 18.23 ટકા વધી 30,327 કરોડ રૂપિયા થઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube