9 વર્ષમાં પ્રથમવાર ટાટા ગ્રુપની આ કંપની ખોટમાં આવી, શેર તૂટ્યા, એક્સપર્ટે કહ્યું- વેચી દો
Tata Chemicals share: ટાટા ગ્રુપની કંપની ટાટા કેમિકલ્સે માર્ચ ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે. આ ક્વાર્ટરમાં કંપનીને ખોટ ગઈ છે. આશરે 9 વર્ષમાં પ્રથમવાર છે જ્યારે કંપનીને નુકસાન થયું છે.
Tata Chemicals share: ટાટા ગ્રુપની કંપની ટાટા કેમિકલ્સે માર્ચ ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે. આ ક્વાર્ટરમાં કંપનીને ખોટ થઈ છે. આશરે નવ વર્ષ બાદ કંપની ખોટમાં આવી છે. આ સમાચાર બાદ ટાટા કેમિકલ્સના શેરમાં 4 ટકાથી વધુનો ઘટાડો થયો છે. આ માહોલ વચ્ચે ઘરેલુ બ્રોકરેજે ટાટા કેમિકલ્સના શેરની ટાર્ગેટ પ્રાઇઝ ઘટાડી દીધી છે. નોંધનીય છે કે ટાટા કેમિકલ્સના સ્ટોકે એક વર્ષમાં 13 ટકાનું રિટર્ન આપ્યું છે, પરંતુ વર્ષ 2024માં સ્ટોકમાં 4.21 ટકાનો ઘટાડો થયો છે.
શું કહ્યું ઘરેલું બ્રોકરેજે
ઘરેલુ બ્રોકરેજ કોટક ઈન્સ્ટીટ્યુશનલ ઇક્વિટીઝ પ્રમાણે ટાટા કેમિકલ્સની આવકમાં મોટો ઘટાડો થયો છે. બ્રોકરેજે કહ્યું કે અમે હવે નાણાકીય વર્ષ 2025 માટે યૂએસ એબિટા પ્રતિ ટન અનુમાનને 45 ડોલરથી ઘટાડી 35 ડોલર કરી દીધું છે અને ત્યારબાદ નાણાકીય વર્ષ 2026માં 40 ડોલરની રિકવરીનું અનુમાન લગાવ્યું છે. આવકમાં ઘટાડા છતાં સ્ટોકે સારૂ પ્રદર્શન કર્યું છે. બ્રોકરેજે આગળ કહ્યું કે લગભગ ટાટા સન્સના આઈપીઓ આવવાની આશામાં ઈન્વેસ્ટરો આકર્ષાયા હતા. હવે આછા ઓછી જોવા મળી રહી છે. કોટક ઈક્વિટીઝે કહ્યું કે બેટરી કેમિકલ્સમાં મોટા વિસ્તારની કોઈપણ આશા ખોટી લાગે છે.
આ પણ વાંચોઃ 15 રૂપિયાવાળા આ શેરે રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા, 3900 પાર પહોંચી ગયો છે ભાવ
શેરની ટાર્ગેટ પ્રાઇઝ
આ બ્રોકરેજે સ્ટોક પર સેલ રેટિંગને બનાવી રાખી છે અને ટાટા કેમિકલ્સના શેરની ટાર્ગેટ પ્રાઇઝ પહેલાના 780 રૂપિયાથી ઘટાડી 770 રૂપિયા કરી દીધી છે. અન્ય એક બ્રોકરેજ મોતીલાલ ઓસવાલે ન્યૂટ્રલ રેટિંગની સાથે 980 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ આપી છે. નોંધનીય છે કે વર્તમાનમાં શેરની કિંમત 1070 રૂપિયાના સ્તર પર છે.
માર્ચ ક્વાર્ટરના પરિણામ
ટાટા કેમિકલ્સને જાન્યુઆરી-માર્ચ 2024 ક્વાર્ટરમાં 850 રૂપિયાની ખોટ થઈ છે, જ્યારે એક વર્ષ પહેલાના સમાનગાળામાં 709 રૂપિયાનો લાભ થયો હતો. આ ક્વાર્ટરમાં ઓપરેટિંગથી રેવેન્યૂ વાર્ષિક આધાર પર 21.1 ટકા ઘટી 3475 કરોડ રૂપિયા થઈ ગયું છે.