નવી દિલ્હીઃ Tata Group stocks: શેર બજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે ટેક્નિકલ ચાર્ટ પર ટાટા ગ્રુપ (Tata Group) ના શેર ટાટા કમ્યુનિકેશન્સ (Tata Communications) સારૂ વેલ્યુશન પર દેખાય રહ્યો છે. બ્રોકરેજ રિસર્ચ ફર્મ આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટે (ICICI Direct) ટાટા કમ્યુનિકેશન્સ પર 3 મહિના ગાળાથી ખરીદી કરવાની સલાહ આપી છે. બજારના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) પોર્ટફોલિયોમાં સામેલ આ સ્ટોકમાં રોકાણકારોને છેલ્લા એક વર્ષમાં 37 ટકાથી વધુનું રિટર્ન મળી ચુક્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Tata Communications: 3 મહિનામાં 14% રિટર્ન
બ્રોકરેજ રિસર્ચ ફર્મે ત્રણ મહિના માટે શેર પર ખરીદી કરવાની સલાહ આપી છે. શેરની ટાર્ગેટ પ્રાઇઝ 1680 રૂપિયા રાખી છે. બાઇંજ રેન્જ 1440-1475 રૂપિયા રાખી છે. તો સ્ટોપ લોસ 1330 રૂપિયા છે. ટાટા કમ્યુનિકેશન્સના શેર 6 જાન્યુઆરી 2022ના 1480.60 રૂપિયા પર હતો. આ રીતે રોકાણકારોને કરન્ટ પ્રાઇઝ પ્રમાણે ત્રણ મહિનામાં 14 ટકાનું રિટર્ન મળી શકે છે. શોર્ટ ટર્મમાં જો રોકાણકારો વિકલ્પ જોઈ રહ્યાં છે તો આ શેર પર દાવ લગાવી શકાય છે. 


શું કહે છે રિસર્ચ રિપોર્ટ
રિસર્ચ રિપોર્ટ પ્રમાણે ટેલિકોમ સેક્ટરમાં રિકવરી જોવા મળી રહી છે. તેમાં ટાટા કમ્યુનિકેશન પર કંસ્ટ્રક્ટિવ વલણ છે. શેર માત્ર બે મહિનામાં પાછલા ઘટાડામાંથી ઉભરી આવ્યો છે. શેરમાં તેજીથી રિકવરી છે અને 100 દિવસની મૂવિંગ એવરેજથી ઉપર છે. 


આ પણ વાંચોઃ PAN Card ધારકો ચેતજો! ભૂલથી પણ આ ભૂલ કરશો તો ભરવો પડશે 10 હજાર રૂપિયાનો દંડ


કંપનીના ફન્ડામેન્ટલની વાત કરીએ તો ટાટા કમ્યુનિકેશન ગ્લોબલ ડિજિટલ ઇકોસિસ્ટમાં એક પ્રમુખ કંપની છે. ઇમર્જિંગ માર્કેટમાં કંપની લીડરશિપ પોઝિશનમાં છે. આ પોતાના ક્લાઇન્ટ્સને સ્ટેટ ઓફ ધ આર્ટ સોલ્યૂશન્સ ઉપલબ્ધ કરાવે છે. કંપનીની પાસે કમ્યુનિકેશન, કોલેબ્રેશન, ક્લાઉડ, મોબિલિટી, કનેક્ટેડ સોલ્યૂશન્સ, નેટવર્ક એન્ડ ડેટા સેન્ટર સર્વિસેઝની મોટી રેન્જ છે. 


બ્રોકરેજ રિપોર્ટનું કહેવું છે કે કંપનીને ક્લાઉડ, એજ સિક્યોરિટી, નેક્સ્ટ જનરેશન કનેક્ટિવિટી સમેજ અન્ય પ્લેટફોર્મથી ગ્રોથ મળશે. આગામી ચારથી પાંચ વર્ષમાં  15-25% CAGR માર્કેટ સાઇઝ ગ્રોથની આશા છે. FY21-23E માં CAGR રેવેન્યૂ આશરે 7 ટકા રહેવાની આશા છે. તો કંપનીની પાસે મજબૂત કેશ ફ્લો છે. 


આ પણ વાંચોઃ આ ગુજ્જુ મહિલાએ સફળતાની વ્યાખ્યા બદલી, ફ્લેવરવાળું મધ બનાવીને એક વર્ષમાં કરી લાખોની કમાણી  


રાકેશ ઝુનઝુનવાલાનું ટાટા કમ્યુનિકેશનમાં 1.1 ટકા હોલ્ડિંગ
રાકેશ ઝુનઝુનવાલા પોર્ટફોલિયોમાં સામેલ ટાટા કમ્યુનિકેશન લિમિટેડ (Tata Communications) માં તેમનું હોલ્ડિંગ 1.1 ટકા (3,075,687 શેર) છે. 6 જાન્યુઆરી 2022ના તેની વેલ્યૂ 457.8 કરોડ રૂપિયા રહી. ટાટામાં ઝુનઝુનવાલાના પત્ની રેખા ઝુનઝુનવાલાનું હોલ્ડિંગ છે. રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ કહેવામાં આવે છે. 


(ડિસ્ક્લેમરઃ શેરમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube