Tata Group Stock: ટાટા ગ્રુપની કંપની ટાઈટન લિમિટેડના શેર પોતાના અંતિમ ડિવિડેન્ડની ચુકવણીની રેકોર્ડ તારીખ પહેલા ફોકસમાં છે. આજે મંગળવારે કંપનીના શેર 3400 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યાં છે. આ વર્ષે 3 મેએ કંપનીએ પોતાના ક્વાર્ટર પરિણામની સાથે 11 રૂપિયા પ્રતિ શેર ડિવિડેન્ડની જાહેરાત કરી હતી, જે પૂર્ણ આધાર પર 2010 બાદ સૌથી વધુ છે. 2010 બાદ કંપનીએ  1:1 રેશિયોમાં બોનસ શેર જારી કર્યાં હતા અને 10 રૂપિયાના એક શેરને ₹1 ના દસ શેરમાં વિભાજીત કરી પોતાના સ્ટોકને વિભાજીત કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેકોર્ડ ડેટ 27 જૂન
ટાઇટન માટે અંતિમ ડિવિડેન્ડની રેકોર્ડ ડેટ 27 જૂન નક્કી કરવામાં આવી છે. તેનો મતલબ છે કે જે ઈન્વેસ્ટરોએ 26 જૂન કે તેની પહેલા ટાઈટનના શેર ખરીદ્યા છે, તે ડિવિડેન્ડનો લાભ ઉઠાવવા માટે પાત્ર હશે. નોંધનીય છે કે ટાઇટન દિવંગત ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાના સૌથી મોટા પોર્ટફોલિયો હોલ્ડિંગ્સમાં એક છે, જે હવે રેખા રાકેશ ઝુનઝુનવાલાના નામ પર છે. માર્ચ ક્વાર્ટર સુધી તેમનું હોલ્ડિંગ 5.35% હતી, જે વર્તમાન બજાર અનુસાર ₹16,144 કરોડ વેલ્યૂ છે. 


આ પણ વાંચોઃ નોકરિયાત વર્ગ માટે બજેટમાં થશે મોટી જાહેરાત! સરકારની આ ઘોષણાથી થઈ જશે બલ્લે-બલ્લે


શેરની સ્થિતિ
ટાઇટનના શેર જૂન મહિનામાં અત્યાર સુધી 5 ટકા ઉપર છે, મેમાં 10 ટકા અને એપ્રિલમાં 5.5 ટકાનો ઘટાડો આવ્યો હતો. 2024 માટે સ્ટોક હજુ પણ 7.3% નીચે છે અને જો તે વર્ષના અંત સુધી આ ખોટને ઠીક કરવાનું કામ મેનેજમેન્ટ નહીં કરે તો તે 2016 બાદ ટાઈટનનું પ્રથમ નેગેટિવ વાર્ષિક રિટર્ન હોઈ શકે છે. ટાઈટન પર કવરેજ કરનાર 32 એનાલિસ્ટમાંથી 20 એ 'Buy' રેટિંગ આપ્યું છે, આઠે 'હોલ્ડ' કરવાનું કહ્યું છે, જ્યારે તેમાંથી ચારે વેચવાની ભલામણ કરી છે.


(ડિસ્ક્લેમરઃ આ શેરમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન હોય છે, એટલે તમારા એડવાઇઝરની સલાહ લો)