નવી દિલ્હી: ટાટા મોટર્સ (Tata Motors)ના માલિકી વાળી જેગુઆર લેન્ડ રોવર (JLR)ની એક નવી કોમ્પેક્ટ અને આરામદાયક એસયુવી રજૂ કરી છે. આ કારને બ્રિટનને ડિઝાઇન કરવામાં આવી હતી. કંપનીએ આ નવી SUV લેન્ડ રોવર ઇવોગ (Range Rover Evoque)ને ‘બેબી’ લેન્ડ રોવર પણ કહેવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું હશે કિંમત 
જેએલઆર અનુસાર નવુ મોડલ અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે. તેની કિંમત 41,000 ડોલર (લગભગ 29 લાખ રૂપિયા) બતાવામાં આવી રહી છે. આ નવી SUVને 2019માં બજારમાં ઉતારવામાં આવી શકે છે. 


કેવું હશે તેનું એન્જીન 
કંપનીનું કહેવું છે, કે આ બહુ આરામદાયક SUV છે. તે 1 અબજ પાઉન્ડનું રોકાણ પછી તૈયાર કરવામાં આવી છે. તેમા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 


બુકિંગ શરૂ 
કંપનીએ તેનું બુકિંગ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તેને બ્રિટન, યુરોપ અને અમેરિકામાં સૌથી પહેલા ઉતારવામાં આવશે. ગ્રાહકોને આ SUV 2019ના પહેલા મહિનામાં મળશે. 


3 વર્જનમાં આવશે કાર 
કંપનીનું કહેવું છે, કે નવી SUV પેટ્રોલ, ડિઝલ અને હાઇબ્રિડ ઇલેક્ટ્રોનિક એન્જીનના વર્જનમાં આવશે. ગ્રાહક તેમની પસંદીનું કોઇ પમ મોડલ લઇ શકે છે. તેમા ઓલ ન્યૂ પ્રીમીયમ ટ્રાંસવર્સ આર્કિટેક્ચર આપવામાં આવ્યું છે. 


2020થી દરેક જગુઆર-લેન્ડ રોવરમાં હશે ઇલેક્ટ્રિક ઓપ્શવ 
કંપનીનું કહેવું છે, કે 2020 સુધીમાં નવી જેગુઆર અને લેન્ડરોવરમાં ઇલેક્ટ્રીક ઓપ્શનમાં રહેશે. રેન્ડ રોવર ઇવોગમાં ઇલેક્ટ્રિક ઓપ્શન પહેલેથી જ આપવામાં આવશે.