ફ્રીમાં ચાર્જ થશે તમારી ઈલેક્ટિરક કાર, ટાટા મોટર્સ અને ટાટા પાવર શરૂ કરશે 300 ચાર્જિંગ સ્ટેશન
ટાટા પાવર દ્વારા 9 રાજ્યના 13 શહેરમાં ઈ-વ્હીકલ માટે 84 સ્ટેશન શરૂ કરાયા છે અને આગામી 34 મહિનામાં 300 ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવાનો ટાર્ગેટ છે
નવી દિલ્હીઃ ઓટો ક્ષેત્રની બે દિગ્ગજ કંપની ટાટા પાવર અને ટાટા મોરર્સ ભારતમાં ઈ-વ્હીકલના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મોટા રોકાણ અને પ્લાન સાથે બજારમાં ઉતરી રહી છે. ટાટા પાવરના પ્રેસિડન્ટ રમેશ સુબ્રમણ્યમ અને ટાટા મોટર્સના પ્રેસિડન્ટ શૈલેષ ચંદ્રાએ ઝી બિઝનેસ સાથેની વાતચીતમાં તેમના બિઝનેસ પ્લાન અંગે ચર્ચા કરી હતી.
ટાટા પાવરના પ્રેસિડન્ટ અને CFO રમેશ સુબ્રમણ્યમે જણાવ્યું કે, ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલના યુગની શરૂઆત થવા જઈ રહી છે. થોડા જ દિવસમાં ઓટો ક્ષેત્રેનો ચહેરો બદલાઈ જશે. પેટ્રોલિયમ ઈંધણથી ચાલતા વ્હીકલના સ્થાને સડક પર ઈલેક્ટ્રિક વ્હીકલ્સ દોડતા જોવા મળશે. ઓટો કંપનીઓ માટે આ ક્ષેત્રમાં રોકાણનું એક મોટું બજાર છે.
તેમણે જણાવ્યું કે, ઈ-વ્હીકલ ચલાવતા લોકોને ચાર્જિંગની કોઈ સમસ્યા નહીં રહે તેના માટે ટાટા મોટર્સ સાથે ભાગીદારીમાં એક મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ એપની મદદથી તમે જાણી શકશો કે તમારી નજીકમાં ઈ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ક્યાં આવેલું છે.
રમેશ સુબ્રમણ્યમે જણાવ્યું કે, ઈ-વ્હીકલને પ્રમોટ કરવા માટે તેમણે ઈ-વ્હીકલ ખરીદનારા લોકોને 3 મહિના સુધી ફ્રી ચાર્જિંગની સુવિધા આપી છે.
જીએસટીમાં છૂટથી ગ્રાહકોને ફાયદો
ટાટા મોટર્સના પ્રેસિડન્ટ (ઈલેક્ટ્રિક મોબિલિટી બિઝનેસ એન્ડ કોર્પોરેટ સ્ટ્રેટજી) શૈલેષ ચંદ્રાએ પોતાની આગામી યોજનાઓ અંગે જણાવ્યું કે, સરકારે ઈ-વ્હીકલ્સને પ્રોત્સાહન આપવા માટે જીએસટીમાં મોટી છૂટ આપી છે. જેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે. તેમણે જમાવ્યું કે, વૈજ્ઞાનિકો સતત નવી-નવી શોધ કરી રહ્યા છે, જેથી ઈ-વ્હીકલન્સને વધુ સરળ બનાવી શકાય અને આમ આદમી સુધી તેની પહોંચ બને.
ટાટા પાવર ટૂંક સમયમાં જ દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, પુણે અને મુંબઈમાં નવા ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા જઈ રહ્યા છે.
જૂઓ LIVE TV....