અમદાવાદ: ગુજરાતના સાણંદમાં ફોર્ડ મોટર્સ (Ford Motors) ના પ્લાન્ટને ટાટા મોટર્સ (Tata Motors) ખરીદી શકે છે. ટાટા મોટર્સના અધિકારીઓએ તાજેતરમાં જ પ્લાન્ટની મુલાકાત પણ લીધી હતી. ડીલની જાહેરાત વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન થઇ શકે છે. Ford Motors નો આ પ્લાન્ટ Tata Motors ની પાસે આવેલો છે. જેની મુલાકાત ટાટા મોટર્સના અધિકારીઓ દ્રારા લેવામાં ચર્ચાનું બજાર ગરમ થઇ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના જણાવ્યા અનુસાર ટાટા મોટર્સ સાણંદમાં આવેલા ફોર્ડ મોટર્સના પ્લાન્ટને ખરીદવાની તૈયારી કરી રહી છે. આ પ્લાન્ટ ટાટા મોટર્સના નેનો પ્લાન્ટની બાજુમાં આવેલો છે. તાજેતરમાં ટાટા મોટર્સના અધિકારીઓએ ફોર્ડના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ પ્લાન્ટ 350 એકરમાં ફેલાયેલો છે.  


ગત વર્ષે સપ્ટેમ્બરમાં ફોર્ડે પ્લાન્ટ બંધ કર્યો હતો. આ કંપની સાણંદમાં કાર એન્જીનનું ઉત્પાદન કરતી હતી. હવે સમાચાર છે કે ફોર્ડ મોટર્સના પ્લાન્ટને ટાટા મોટર્સ ખરીદી શકે છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન આ ડીલની જાહેરાત કરી શકે છે. 

Gujarat Corona Upadate: ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ વધ્યા, 4 મહાનગરોમાં નોંધાયા આટલા કેસ


અત્યારે દેશની તમામ કંપનીઓ ઇલેક્ટ્રિક વ્હીકલ પર ફોકસ કરી રહી છે. ટાટા મોટર્સ પણ તેમાં પાછળ નથી કારણ કે અત્યારે ટાટા મોટર્સ આંશિક રૂપથી ઇલેક્ટ્રિક ગાડીઓનું ઉત્પાદન કરી રહી છે પરંતુ તેની પાસે હાલ ઇલેક્ટ્રિક ગાડીઓ બનાવવા માટે કોઇ પ્લાન્ટ નથી. 


તો બીજી તરફ ફોર્ડ મોટર્સનો આ પ્લાન્ટ ટાટા મોટર્સની બિલકુલ બામાં આવેલો હોવાથી આ પ્લાન્ટને ખરીદીને અહીં પોતાની ઇલેક્ટ્રિક ગાડીઓના ઉત્પાદનને પુરી ક્ષમતા સાથે આગળ વધારવાની યોજના છે. આ પ્લાન્ટ બાજુમાં હોવાથી તેમના રોજિંદા કામ અને દેખરેખમાં સુગમતાને ધ્યાનમાં રાખતાં કંપની દ્રારા આ પ્લાન્ટને ખરીદવાનો પ્લાન્સ બનતો જોવા મળી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube