તાતાએ લોન્ચ કરી નવી કાર, મારુતિની કાર પણ ભરશે પાણી
હાલમાં જાણીતી કાર નિર્માતા કંપની તાતા મોટર્સે Tiago NRG ક્રોસઓવરને ભારતમાં લોન્ચ કરી દીધી છે.
નવી દિલ્હી : હાલમાં જાણીતી કાર નિર્માતા કંપની તાતા મોટર્સે Tiago NRG ક્રોસઓવરને ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ કાર તાતાની જાણીતી હેચબેક કાર તાતા ટિયાગોનું જ ક્રોસઓવર વર્ઝન છે તેમાં અનેક નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. આ નવા વર્ઝનમાં એટલી બધી ખુબીઓ છે જે જાણીને લાગશે કે ટોચની કાર નિર્માતા કંપની મારુતિને પણ આ કારને લીધે ભારે સ્પર્ધાનો સામનો કરવો પડશે. આ કારની એક્સ શો રૂમ દિલ્હી કિંમત 5.49 લાખ છે. આ કારની સ્પર્ધા મારુતિની સેલેરિયો સાથે છે કારણ કે બંનેની કિંમત લગભગ સરખી છે.
તાતાના આ મોડલમાં ગ્રાઉન્ડ ક્લિયરન્સને અપગ્રેડ કરવામાં આવ્યું છે, જેનાથી કારને રફ એન્ડ ટફ લુક મળે છે. આ કાર 1.2 લીટર પેટ્રોલ અને 1.05 લીટર ડીઝલ એન્જિનમાં ઉપલબ્ધ છે. પેટ્રોલ એન્જિનમાં 84 બીએચપી અને 114 એનએમનો ટોર્ક જનરેટ કરશે, જ્યારે ડીઝલ એન્જિનમાં 69 બીએચપી અને 140 એનએમનો ટોર્ક મળશે. Tiago NRG 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સમાં ઉલબ્ધ છે.
TATA Tiago NRGના ઈન્ટીરિયરની વાત કરવામાં આવે તો તેમાં સ્ટાન્ડર્ડ હેચબેકની તુલનામાં વધારે બદલાવ નથી કરવામાં આવ્યો. માત્ર ગિયર બોક્સ લિવર, એરકોન વેન્ટ્સ અને સેન્ટ્રલ કંસોલમાં ઓરેન્જ અને સિલ્વર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.