પુણેઃ ટાટા મોટર્સ દ્વારા તેમની નવી Harrier SUVનું એડવાન્સ બુકિંગ ચાલુ થઈ ગયું છે, પરંતુ અત્યાર સુધી કારનો લૂક અડધો જ જાહેર કરાયો હતો. મંગળવારે કંપનીએ પુણેની એસેમ્બલી લાઈન પરથી જ કારનો સંપૂર્ણ લૂક જાહેર કરી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેરિયર સ્પોર્ટ્સ કારની ઈમ્પેક્ટ ડિઝાઈન 2.0 ફિલોસોફી તેને તેના સેગમેન્ટમાં એક ક્લાસ લીડીંગ ફીચર પૂરું પાડે છે. કારમાં આપવામાં આવેલી આરામદાયક જગ્યા પણ તેને વિશેષ બનાવે છે. 


આ કાર જ્યારે હ્યુન્ડાઈની ક્રેટ અને જીપ કમ્પાસને ટક્કર આપવાની છે ત્યારે કંપની તેમાં કોઈ કસર બાકી રાખવા માગતી નથી. એટલે જ આ કારનું કંપની લદાખના પહાડોમાં અને રાજસ્થાનના રણમાં એક બંને સ્થિતિમાં ટેસ્ટિંગ કરી રહી છે.  


કંપનીએ જણાવ્યું કે, 5 સીટર મોનોક્યુ એસયુવી કારને નવી પેઢીને 'ઓપ્ટીમલ મોડ્યુલર એફિસિયન્ટ ગ્લોબલ એડવાન્સ્ડ' આર્કિટેક્ચર પર તૈયાર કરવામાં આવી છે, જેને લેન્ડ રોવર ડી8માંથી લેવામાં આવ્યો છે. 


પ્રાપ્ત માહિતી અનુસાર હેરિયરમાં 2.0 લીટર ક્રાયોટેક ડિઝલ એન્જિનથી સજ્જ છે, જે 140PS પાવર અને 320Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં સિક્સ સ્પીડ મેન્યુઅલ ગીયર બોક્સ અને તેની સાથે જ છ સ્પીડ ઓટો ટ્રાન્સમિશન ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. આ કાર 2 વ્હીલ ડ્રાઈવ (2WD) અને ફોર વ્હીલ ડ્રાઈવ (4WD) બંને વિકલ્પમાં ઉપલબ્ધ હશે. 


હેરિયર કારની અંદર અનેક સેફ્ટી ફીચર્સની સાથે પાછળના ભાગમાં એસી વેન્ટ, સનરૂફ, સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ અને વિશાળ ટચસ્ક્રીન આપવામાં આવી છે. 


હેરિયરનું બૂંકિંગ શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ તેની કિંમત અંગે કંપની દ્વારા હજુ કોઈ ખુલાસો કરાયો નથી. જોકે, આ કાર 13 લાખથી 17 લાખના બ્રેકેટમાં લોન્ચ થાય એવી સંભાવના છે.