Tata Sky Binge લોન્ચ, માત્ર આટલા રૂપિયામાં સેટ ટોપ બોક્સ વિના જુઓ ચેનલ્સ
ટાટા સ્કાઇએ નવી સર્વિસ લોન્ચ કરી છે. તેને કંપની Tata Sky Binge ગણાવી રહી છે. આ સર્વિસને તમે Amazon Fire TV Stick દ્વારા એક્સેસ કરી શકશો. જોકે તેના માટે Amazon Fire TV Stick નું એડિશન ખરીદવું પડશે. તેના હેઠળ કસ્ટમર્સને દર મહિને 249 રૂપિયા ચૂકવવા પડશે.
નવી દિલ્હી: ટાટા સ્કાઇએ નવી સર્વિસ લોન્ચ કરી છે. તેને કંપની Tata Sky Binge ગણાવી રહી છે. આ સર્વિસને તમે Amazon Fire TV Stick દ્વારા એક્સેસ કરી શકશો. જોકે તેના માટે Amazon Fire TV Stick નું એડિશન ખરીદવું પડશે. તેના હેઠળ કસ્ટમર્સને દર મહિને 249 રૂપિયા ચૂકવવા પડશે.
Tata Sky Binge સર્વિસ માટે અમેઝોન ટીવી ફાયર સ્ટિક પોતાના ટીવીમાં લગાવી પડશે. જો તમારી ટીવીમાં HDMI પોર્ટ છે તો તમે તેને યૂઝ કરી શકશે. Tata Sky Binge યૂઝ કરતાં તમે Hotstar, Eros Now, Sun NXT, Hungama જેવા વીડિયો કોન્ટેંટ સર્વિસ યૂઝ કરી શકો છો. કંપનીના અનુસાર આ બધી એપ્સ એક જ સબ્સક્રિપ્શનથી મળશે. કંપનીએ તેના માટે 249 રૂપિયાની સબ્સક્રિપ્શન રેટ રાખવામાં આવ્યો છે.
આ ટ્રિપલ ઇન્વર્ટર AC પંખા જેટલી વિજળીમાં આવે છે શિમલા જેવી ઠંડક
Amzon Fire TV Stick ના ટાટા સ્કાઇ વર્જનમાં Tata Sky Binge એપ ઇનબિલ્ટ આપવામાં આવી છે. ફાયર સ્ટિક ટીવીમાં લગાવીને આ એપને એક્સસ કરી શકો છો. કંપની અનુસાર તેના માટે યૂજર્સને પોતાના Tata Sky ના કોન્ટેંટ જોવા માટે સેટ ટોપ બોક્સ ક્યાંય મૂવ પણ કરવું નહી પડે.
કંપનીના અનુસાર આ Tata Sky એડિશન ફાયર સ્ટિકમાં Tata Sky VOD લાઇબ્રેરી 5000 ટાઇલ્સ આપવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે તેમાં 100,000 કલાકનું કોન્ટે6ટ આપવામાં આવ્યું છે. આ એપમાં બોલીવુડ અને રિઝનલ ફિલ્મો મળશે. આ ઉપરાંત ટીવી સીરીઝ અને બાળકોના શો પણ મળશે.
જોકે Amazon Fire TV સ્ટિકના આ ખાસ એડિશનમાં Tata Sky ने Tata Sky Binge એપ આપવામાં આવી છે. આ એપમાં ઘણા કોન્ટેંટ સર્વિસની સ્બ્સક્રિપ્શન છે. આ સાથે જ આ એપમાં પણ તમને વીડિયો કોન્ટેંટ આપવામાં આવ્યા છે. આ બધા કોન્ટેંટ જોવા માટે કંપની તમારી પાસેથી 249 રૂપિયા લેશે.
આ દિવસે Xiaomi લોન્ચ કરી રહી છે શાનદાર સ્માર્ટફોન, 48MP કેમેરા અને આ ફીચર્સ
ઓફર્સ
Tata Sky એ એપ Tata Sky Binge લોન્ચના અવસર પર કેટલીક ઓફર્સની પણ જાહેરાત કરી છે. તેના હેઠળ કસ્ટમર્સને 3 મહિના માટે Amazon Price એક્સેસ આપવામાં આવશે.
Tata Binge એપને Amazon Fire TV Stick માં એક્ટિવેટ કરવાની રીત
- સૌથી પહેલાં ટીવીના HDMI પોર્ટમાં Amazon Fire Stick – Tata Sky વર્જનને લગાવો.
- ટીવી સ્ક્રીન પર Amazon Fire TV Stick ને કોન્ફિગર કરવું છે. તેના માટે વાઇફાઇ હોવું જોઇએ. વાઇફાઇ દ્વારા ફાયર સ્ટિકને કનેક્ટ કરવાનો ઓપ્શન આપવામાં આવશે.
- તમારા Amazon એકાઉન્ટ વડે લોગઇન કરો.
- અહીંથી Tata Sky Binge પેકને એક્ટિવ કરો.
- લોગઇન બાદ આપમેળે Tata Sky Binge એ અને પાર્ટનર એપ્સ ડાઉનલોડ થવા લાગશે.
- હવે આ એપમાં ટાટા સ્કાઇ દ્વારા આપવામાં આવી સબ્સક્રાઇબર આઇડી, ઓટીપી, અને ઇમેલ આઇડી નોંધો. હવે તમે તેને યૂઝ કરી શકશો.