નવી દિલ્હીઃ ટાટા ટેક્નોલોજીસ આઈપીઓ (Tata Technologies IPO) ને લઈને ગ્રે માર્કેટમાં સારા સમાચાર આવ્યા છે. જીએમપી 350 રૂપિયાને ક્રોસ કરી ગયો છે. ટાટાના આઈપીઓ પર દાવ લગાવવાનું વિચારી રહેલા ઈન્વેસ્ટરો માટે સારા સમાચાર છે. નોંધનીય છે કે રિટેલ ઈન્વેસ્ટર ટાટા ટેક્નોલોજીના આઈપીઓ પર 33 નવેમ્બર 2023થી દાવ લગાવી કશે. આવો વિગતવાર જાણીએ ટાટા ટેક્નોલોજીના આઈપીઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે GMP?
ટોપ શેર બ્રોકરના રિપોર્ટ અનુસાર ગ્રે માર્કેટમાં આઈપીઓ આજે 354 રૂપિયાના લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. એટલે કે શેર બજારમાં તેનું લિસ્ટિંગ 850 રૂપિયાથી વધુની કિંમત પર થઈ શકે છે. એટલે કે ઈન્વેસ્ટરોને પ્રથમ દિવસે 70 ટકાથી વધુનો ફાયદો થઈ શકે છે. નોંધનીય છે કે કંપનીનું લિસ્ટિંગ 5 ડિસેમ્બર 2023ના થશે. 


આ પણ વાંચોઃ જો તમે ઘર ખરીદવા માટે હોમ લોન લેવા માંગતા હો આ બેંકમાં પહોંચજો,છે સૌથી સસ્તા વ્યાજદર


24 નવેમ્બર સુધી લગાવી શકો છો દાવ
ટાટા ટેક્નોલોજીનો આઈપીઓ સબ્સક્રાઇબ કરવા માટે ઈન્વેસ્ટરો પાસે 24 નવેમ્બર 2023ની તક છે. કંપનીના આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 475 રૂપિયાથી 500 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. રિટેલ ઈન્વેસ્ટરો માટે એક લોટમાં 30 શેર રાખવામાં આવ્યા છે. જે માટે રિલેટ ઈન્વેસ્ટરે 15 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે. તો વધુમાં વધુ 390 શેર માટે એપ્લાય કરી શકે છે. 


વર્તમાનમાં ટાટા ટેક્નોલોજીના પ્રમોટર્સની કુલ ભાગીદારી 66.79 ટકા છે. જે આઈપીઓ બાદ ઘટીને 55.39 ટકા રહી જશે. આ આઈપીઓ ઓફર ફોર સેલ નેચરનો છે. કંપની 6.09 કરોડ શેર રિલીઝ કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube