નવી દિલ્હીઃ દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata)ના ટાટા ગ્રુપની વધુ એક કંપનીનો આઈપીઓ (IPO) બજારમાં જલદી લોન્ચ થવાનો છે. ટાટા ગ્રુપનો આઈપીઓ આશરે 20 વર્ષ બાદ આવી રહ્યો છે. આ આઈપીઓ ટાટા ગ્રુપની કંપની ટાટા ટેક્નોલોજી (Tata Technologies IPO) નો હશે. ઈન્વેસ્ટર્સ આ આઈપીઓની (Tata Technologies IPO)આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. ટાટા ટેક્નોલોજી (Tata Technologies IPO)એ પાછલા મહિને એટલે કે માર્ચમાં પોતાના આઈપીઓ માટે સેબીની પાસે ડ્રાફ્ટ પેપર જમા કરાવ્યા હતા. આ ટાટા મોટર્સની સબ્સિડિયરી કંપની છે. ડ્રાફ્ટ પેપર પ્રમાણે કંપની આ આઈપીઓના માધ્યમથી 9.57 કરોડ શેરનું વેચાણ કરશે. તેમાંથી 8.11 કરોડ રૂપિયાના શેર ટાટા મોટર્સ (Tata Motors) પોતાના ભાગના વેચશે. તો બાકી શેરમાં અલ્ફા ટીસી હોલ્ડિંગ્સ 97.2 લાખ અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ 1 પોતાના હોલ્ડિંગમાંથી 48.6 લાખ શેર વેચશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા શેર જારી થશે નહીં
ટાટા મોટર્સની સહયોગી કંપની ટાટા ટેક્નોલોજી (Tata Technologies) તે માટે માર્કેટ રેગુલેટર સેબી (SEBI)ની પાસે દસ્તાવેજ જમા કરાવ્યા છે. તે પ્રમાણે આ ઈશ્યૂ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ (OFS)હશે. ડિસેમ્બરમાં ટાટા મોટર્સના બોર્ડે ટાટા ટેકમાં આઈપીઓ દ્વારા કેટલીક ભાગીદારી વેચવાના પ્રસ્તાવ પર મહોર લગાવી હતી. તેમાં એકપણ નવા શેર જારી થશે નહીં. તેમાં પ્રમોટર ટાટા મોટર્સ સિવાય બે અન્ય વર્તમાન શેર હોલ્ડર્સ શેરનું વેચાણ કરશે. 


આ પણ વાંચોઃ Crorepati Tips: બચતની આ એક ફોર્મ્યૂલા સમજી લેશો તો... કરોડપતિ બનવા વાર નહીં લાગે


2004માં આવ્યો હતો છેલ્લો  IPO
આ પહેલાં ટાટા ગ્રુપની કોઈ કંપનીનો આઈપીઓ વર્ષ 2004માં આવ્યો હતો. ત્યારે ટાટા કન્સેલ્ટન્સી સર્વિસ (TCS)નો આઈપીઓ આવ્યો હતો. ટીસીએસ આજે દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની છે. નોંધનીય છે કે ટાટા ટેક્નોલોજી ડિજિટલ, એન્જિનિયરિંગ અને તકનીકી સર્વિસ સેક્ટરમાં દુનિયાની ટોચની કંપનીઓમાં સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube