નવી દિલ્હીઃ દેશના સૌથી મોટું ઔદ્યોગિક ગ્રુપ ટાટા 19 વર્ષ બાદ આઈપીઓ લાવી રહ્યું છે. ટાટા મોટર્સની સહયોગી કંપની ટાટા ટેક્નોલોજીનો આઈપીઓ નવેમ્બરના મધ્યમાં આવી શકે છે. કંપનીને તે માટે પહેલાથી જ માર્કેટ રેગુલેટર સેબીની મંજૂરી મળી ચુકી છે. આઈપીઓ આવતા પહેલા રતન ટાટાના પર્સનલ ટ્રસ્ટે કંપનીમાં ભાગીદારી ખરીદી છે. રતન ટાટા એનડાઉમેન્ટ ફાઉન્ડેશને ટાટા ટેક્નોલોજીમાં એક ટકાથી ઓછી ભાગીદારી 147 કરોડ રૂપિયામાં ખરીદી છે. આ ભાગીદારી ટાટા મોટર્સ પાસેથી ખરીદવામાં આવી છે. ગ્રે માર્કેટમાં ટાટા ટેક્નોલોજીના શેરની જબરદસ્ત ડિમાન્ડ જોવા મળી રહી છે. ટાટા ટેક્નોલોજીની વેલ્યૂ આશરે 16300 કરોડ રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીઆરએચપી પ્રમાણે ટાટા ટેક્નોલોજીનો ઈશ્યૂ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ હશે અને તેમાં નવા શેર જારી થશે નહીં. તે હેઠળ પ્રમોટર ટાટા મોટર્સ સિવાય બે અન્ય વર્તમાન શેરહોલ્ડર્સ શેરનું વેચાણ કરશે. પાછલા વર્ષે ડિસેમ્બરમાં ટાટા મોટર્સના બોર્ડે ટાટા ટેકમાં આઈપીઓ દ્વારા કેટલીક ભાગીદારી વેચવાના પ્રસ્તાવ પર મહોર લગાવી હતી. કંપનીમાં ટાટા મોટર્સની 74.69 ટકા ભાગીદારી છે. આઈપીઓ પહેલા ટાટા મોટર્સ કંપનીમાં 9.9 ટકા ભાગીદારી વેચશે. તેમાંથી નવ ટકા ભાગીદારી TPG Rise Climate ખરીદશે.


કોની કેટલી ભાગીદારી
આ આઈપીઓ દ્વારા 95,708,984 ઈક્વિટી શેરનું વેચાણ કરવામાં આવશે, જે કંપનીની કુલ પેડ-અપ શેર કેપિટલના 23.60 ટકા છે. પુણેની આ કંપનીમાં ટાટા મોટર્સની 74.69 ટકા ભાગીદારી છે. આ રીતે 8.96 ટકા ભાગીદારી આલ્ફા ટીસી અને 4.48 ટકા ભાગીદારી ટાટા કેપિટલ ગ્રોથ ફંડની છે. ટાટા મોટર્સ આ ઈશ્યૂ દ્વારા 81,133,706 ઈક્વિટી શેરનું વેચાણ કરશે. અલ્ફા ટીસી હોલ્ડિંગ્સ 9,716,853 ઈક્વિટી શેર અને ટાટા કેપિટલ 4,858,425  શેરનું વેચાણ કરશે. આ ઈશ્યૂમાં 10 ટકા કોટા ટાટા મોટર્સના પાત્ર શેરહોલ્ડર્સ માટે રાખવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ 1 લાખના બનાવી દીધા 12.49 કરોડ રૂપિયા, બજારની તેજી-મંદીમાં આ સ્ટોકે ભરી ઉડાન


આ ટાટા સન્સના વર્તમાન ચેરમેન એન ચંદ્રશેખરનના કાર્યકાળમાં આ ટાટા ગ્રુપનો પ્રથમ આઈપીઓ હશે. ટાટા ટેક્નોલોજી ડિજિટલ, એન્જિનિયરિંગ અને તકનીકી સર્વિસ સેક્ટરમાં દુનિયાની અગ્રણી કંપનીઓમાં સામેલ છે. તેના 18 ગ્લોબલ ડિલિવરી સેન્ટર છે, જેમાં 11 હજારથી વધુ કર્મચારી કામ કરે છે. ડિસેમ્બર 2022 સુધી નવ મહિનાના સમયમાં કંપનીનું રેવેન્યૂ 15 ટકા વધી 3052 કરોડ રૂપિયા પહોંચી ગયું છે. કંપનીના કુલ રેવેન્યૂમાં સર્વિસ સેગમેન્ટનું યોગદાન 88 ટકા છે. આ દરમિયાન કંપનીનો નેટ પ્રોફિટ 407 કરોડ રૂપિયા રહ્યો હતો. 


શું ચાલી રહ્યો છે જીએમપી
આઈપીઓની ચર્ચાની સાથે ગ્રે માર્કેટમાં ટાટા ટેક્નોલોજીના અનલિસ્ટેડ શેરની ડિમાન્ડ વધી ગઈ છે. ગ્રે માર્કેટમાં તે 280 રૂપિયાના પ્રીમિયમની સાથે ટ્રેડ કરી રહ્યો છે. આ પહેલા ટાટા ગ્રુપની કોઈ કંપનીનો આઈપીઓ 19 વર્ષ પહેલા આવ્યો હતો. ટાટા ગ્રુપ વર્ષ 2004માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસનો આઈપીઓ લાવ્યું હતું. ટીસીએસ આજે દેશની સૌથી મૂલ્યવાન કંપની છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube