Tata Curvv EV: ભારતમાં ઈંધણના ભાવ વધતા લોકો ઈલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યાં છે. ઈંધણના ભાવ એક કારણ છે પરંતુ ઈલેક્ટ્રિક વાહનોમાં મળતી સુવિધાઓ અને ફાયદાથી પણ ગ્રાહકો EV તરફ આકર્ષાય રહ્યાં છે. માર્કેટમાં દિગ્ગજ કાર કંપની ટાટાએ પોતાની એકદમ બ્રાન્ડ ન્યૂ ઈલેક્ટ્રિક કાર જેનું નામ છે Tata Curvv EV પરથી પડદો હટાવ્યો છે. પહેલી નજરે આ કારના લુક્સ કોઈ લક્ઝરી કારને ટક્કર આપતા હોય તેવા જોવા મળે છે. કારના લુક્સ તો ડેશિંગ લાગે જ છે પણ સાથે સાથે કારના ઈન્ટીરિયર મામલે પણ કંપનીએ શાનદાર કામગીરી કરી છે. આ કારને Couppe સ્ટાઈલમાં બનાવવામાં આવી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સર્વશ્રેષ્ઠ ડ્રાઈવિંગ રેન્જ-
ટાટાની આ સુંદર કારની ડ્રાઈવિંગ રેન્જ 400-500 કિલોમીટર હશે. કારમાં આપવામાં આવેલી બેટરીમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ તેમજ લો પાવર કંઝમ્પશન એટલે કે ઓછા વીજ વપરાશમાં કાર ચાર્જ થઈ જશે. આ કાર AC અને DC બંને ચાર્જિંગ પોઈન્ટથી ચાર્જ કરી શકાશે.



સુરક્ષા માટે 5-સ્ટાર રેટિંગ-
ટાટાનું કહેવું છે કે નવી ઈલેક્ટ્રિક કાર સાથે નવી ટેક્નીકવાળું પાવરટ્રેન આપવામાં આવશે, જે એકદમ દમદાર હશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ટાટાની અન્ય કારોની જેમ આ કારમાં પણ સુરક્ષા માટે 5-સ્ટાર રેટિંગ મળશે. આ અનુમાન એટલે લગાવવામાં આવી રહ્યું છે કારણ કે કંપની નિશ્ચિત રીતે કારમાં સર્વશ્રેષ્ઠ સેફ્ટી ફીચર્સ પ્રદાન કરશે.


સ્ટાઈલ અને ડિઝાઈનમાં શ્રેષ્ઠ-
ટાટાની નવી ઈલેક્ટ્રિક કાર માર્કેટનો માહોલ ગરમ કરવા માટે સક્ષમ છે. તેનું મુખ્ય કારણ કારના શાનદાર લુક્સ છે. કંપનીએ કારને એવા લુક્સ અને ડિઝાઈન બનાવી છે કે જેને જોઈ હર કોઈ આકર્ષાય શકે. કારના આગળના ભાગમાં LED હેડલેંપ્સ આપવામાં આવ્યા છે. કારના બેક લુક્સ પણ દમદાર જોવા મળી રહ્યાં છે.



સામાન્ય ઈંધણવાળી પણ કર્વ લોન્ચ
ટાટા મોટર્સે ઈલેક્ટ્રિક કર્વની સાથે પેટ્રોલ-ડીઝલ પર ચાલતી કારને પણ લોન્ચ કરી છે. ટાટા મોટર્સ 2025 સુધી 10 નવા ઈલેક્ટ્રિક વાહનોને લોન્ચ કરવાનો પ્લાન બનાવી રહી છે. કંપની પેસેન્જર વ્હીકલ્સ અને ઈલેક્ટ્રિક મોબિલીટી પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.


Nexon EV સમ્માન કારની લંબાઈ
ટાટા કર્વની લંબાઈ નેક્સનો ઈવી સમ્માન જ છે. કારનો વ્હીલબેઝ આશરે 50 મીમી વધારે છે. નવી ઈલેક્ટ્રિક કાર ભારતીય માર્કેટમાં 2023ના અંત સુધી અથવા 2024ની શરૂઆતમાં લોન્ચ થઈ જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube