Budget 2021: નોકરીયાત વર્ગને મળશે ખુશખબરી! મોદી સરકાર પાસેથી Taxpayer ને છે આવી આશા
કેન્દ્રીય બજેટને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. કોરોનાના કપરા કાળમાં આવી રહેલા આ બજેટથી તમામ સેક્ટરને આશા છે. ભાંગી પડેલી આર્થિક વ્યવસ્થામાં બજેટથી નવી આશાનો સંચાર થશે તેવી ટેક્સપેયર્સને અપેક્ષા છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ આ વર્ષનું બજેટ અનેક કારણે અલગ રહેશે. કોરોનાના કારણે ભાંગી પડેલી અર્થવ્યવસ્થા માટે આ બજેટ સંજીવની સમાન રહેવાની આશા છે. દેશવ્યાપી લૉકડાઉન અને વૈશ્વિક મહામારીના કારણે પેદા થયેલા આર્થિક પડકારો વચ્ચે 2021નું બજેટ રજૂ કરવામાં આવશે. સામાન્ય ભારતીયોને આ બજેટથી ન માત્ર અપેક્ષાઓ છે પરંતુ એવા ઉપાયોની પણ જાહેરાતની આશા છે જે વિકાસને ગતી આપશે. જાણીએ શું છે દેશના ટેક્સપેયર્સની બજેટ પાસેથી આશા.
80Cની સીમામાં વધારો થાય
ધારા 80C ખૂબ જ લોકપ્રિય છે. કારણ કે તેના અંતર્ગત પીએફ, મ્યુચ્યુઅલ ફંડ, વીમા સહિતના પ્રીમિયમ, હોમલોન, એફડી જેવા રોકાણ માટે દોઢ લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ આપે છે. જેની મર્યાદા વધારીને 3 લાખ કરવાની માંગ કરવામાં આવી છે. જો છૂટ આપવામાં આવે તો રોકાણકારો વધુ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત થશે.
Budget 2021: બજેટમાં ડિડક્શન ક્લેમની સીમા વધારવામાં આવે, તો રોકાણ માટે કયા વિકલ્પની પસંદગી કરશો
હોમ લોનમાં છૂટછાટ માટે નવી ધારા
ભારતમાં સંપત્તિનું બજાર ખૂબ જ મોંઘું છે. વર્ષ 2020 પકકારજનક હોવાના કારણે સંપત્તિની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. આ પ્રકારે ઘર ખરીદવું મોંઘું છે, જેના માટે ખરીદી કરનારને મોટી રકમની હોમ લોન લેવી પડે એમ છે. મોટી હોમ લોનનો મતલબ છે- ઓછી ડિસ્પોઝેબલ આવક, સીમિત બચત અને તણાવપૂર્ણ આવક. સરકારે એવા પગલા લેવા જોઈએ જે લોન લેનારને ન માત્ર વધુ ટેક્સ લાભ આપે પરંતુ તેના હાથમાં વધુ પૈસા પણ આપી શકે છે. હોમ લોન માટે હાલની છૂટ 80સી અંતર્ગત દોઢ લાખ રૂપિયા અને 24બી અંતર્ગત 2 લાખ રૂપિયા છે. જેને વધારીને મૂદ્દલ અને વ્યાજની ચૂકવણી પર 5 લાખનો કાપ મુકવામાં આવે તેવી ટેક્સપેયર્સની માંગ છે.
ધારા 80ટીટીએની સીમા વધારીને 30 હજાર રૂપિયા કરવાની
ધારા 80 ટીટીએમાં કરદાતાઓને બેંક, સહકારી બેંક અને પોસ્ટમાં રાખેલા બચત ખાતા પર અર્જિત વ્યાજ માટે 10 હજાર રૂપિયાની ટેક્સ કપાત કરાવવાનો વિકલ્પ મળે છે. આગામી બજેટમાં આ સીમા વધારીને 30 હજાર રૂપિયા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જેથી લોકો ઘરમાં કેશ છુપાવી રાખવાના બદલે વધુ બચત કરવા માટે પ્રોત્સાહિત થાય. મહામારી બાદ લોકો પૂંજી વધારવાના બદલે તેની સુરક્ષાને પ્રાથમિકત આપવા લાગ્યા છે, જેથી બચત ખાતા તરફ વધુ લોકો વળ્યા છે.
Budget 2021: આ બજેટમાં સામેલ થઈ શકે છે આ ખાસ મુદ્દાઓ, Digital Education બનશે ભારતનું ભવિષ્ય
ટર્મ ઈન્સ્યોરન્સ માટે અલગથી ટેક્સમાં કપાત
આ મહામારીએ ટર્મ ઈન્સ્યોરન્સને વધુ મહત્વપૂર્ણ બનાવી દીધો છે. વીમાનું પ્રીમિયમ ઓછું હોય છે અને તે તમારા પરિવારને આર્થિક રીતે સુરક્ષિત ભવિષ્ય આપવા માટે સૌથી સસ્તા ઉપાયોમાંથી એક છે. આ લાભો છતા અનેક લોકો ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદવાના પ્રાથમિકતા નથી આપતા. કરદાતાઓની વચ્ચે તેને અધિક લોકપ્રિય બનાવવા માટે, સરકાર ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ ખરીદવા માટે ઈનકમ ટેક્સ ઈન્સેન્ટિવ પ્રદાન કરી શકાય છે. સરકાર ટર્મ ઈન્સ્યોરન્સ માટે અલગથી ટેક્સમાં કાપ મુકવાનો વિચાર કરી શકે છે.
Budget 2021: હોમ લોન પર મળશે ઇનકમ ટેક્સમાં વધારવામાં આવેલી છૂટ!
ઈએસઓપીનું સારું ટેક્સ-નિર્ધારણ
કર્મચારીઓને આપવામાં આવતી એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન પર ડબલ ટેક્સેસન થાય છે. અનુલાભના રૂપમાં પહેલો ટેક્સેસન થાય છે. જ્યારે કર્મચારી વેસ્ટિંગ અવધિ બાદ પોતાના ઈએસઓપીનો પ્રયોગ કરે છે. બીજું ટેક્સેસન પૂંજીગત લાભ પર હોય છે જ્યારે કર્મચારી તેમને ફાળવવામાં આવેલા શેર વેચે છે. એટલે જ તેની સમીક્ષા કરવાની માંગ ઉઠી રહી છે. પહેલું ટેક્સેસન હટાવીને માત્ર એક જ વાર શેરને વેચવા પર ટેક્સ લાગે તેવું સૂચન પણ કરવામાં આવ્યું છે. જેથી કર્મચારીઓની પ્રોત્સાહન મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube