નવી દિલ્હીઃ Multibagger Stock: આજે સ્વતંત્રતા દિવસના પર્વ પર અમે એવા શેર વિશે જણાવી રહ્યાં છીએ જેણે છેલ્લા એક વર્ષમાં રૂપિયાનો વરસાદ કર્યો છે. જો કોઈ ઈન્વેસ્ટરે પાછલા સ્વતંત્રતા દિવસના સમય પર આ શેરમાં રોકાણ કર્યું હોત તો તેને આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર આશરે 5220 ટકાનું રિટર્ન મળ્યું હોત. અમે વાત કરી રહ્યાં છીએ સ્મોલ કેપ ફર્મ ટેલરમેડ રિન્યૂએબલ્સના શેર (Taylormade Renewables) ની. Taylormade Renewables નો શેર એક વર્ષમાં 12.26 રૂપિયાથી વધી 652.20 રૂપિયા પર પહોંચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 લાખનું રોકાણ વધી 53 લાખ
કંપનીના શેર પાછલા વર્ષે 12 ઓગસ્ટ 2022ના 12.26 રૂપિયાથી વધી 14 ઓગસ્ટ 2023ના 652.20 રૂપિયા પર પહોંચી ગયો છે. તેનો મતલબ છે કે એક વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ વર્તમાનમાં 53 લાખ રૂપિયાથી વધુ થઈ ગયું હોત. આ વર્ષે સ્ટોકે 1694.22 ટકાનું રિટર્ન આપ્યું છે. આ દરમિયાન તેની કિંમત 36 રૂપિયાથી વધી વર્તમાન પ્રાઇઝ સુધી પહોંચી ગઈ છે. છેલ્લા પાંચ દિવસમાં આ શેર 21.53 ટકા અને એક મહિનામાં 63.05 ટકા વધ્યો છે. 


આ પણ વાંચોઃ 18 ઓગસ્ટે ઓપન થશે આ કંપનીનો આઈપીઓ, પ્રાઇઝ બેન્ડ ₹151-166 નક્કી, જાણો અન્ય વિગત


આ સ્ટોકે આપ્યું દમદાર રિટર્ન
આ સિવાય એક વર્ષમાં પલ્સર ઈન્ટરનેશનલ (3770 ટકા ઉપર), રેમેડિયમ લાઇફકેર (3227 ટકા ઉપર), પ્રાઇમ ઈન્ડસ્ટ્રીઝ (2371 ટકા ઉપર) અને કે એન્ડ આર રેલ એન્જિનિયરિંગ (2450 ટકા ઉપર) જોરદાર રિટર્ન આપ્યું છે. આ સિવાય આરએમસી સ્વિચગિયર્સ, ઝાવેરી ક્રેડિટ્સ એન્ડ કેપિટલ, શ્રી પેસટ્રોનિક્સ, વિર્ગો ગ્લોબલ, ગુજરાત ટૂલરૂમ, આલ્ફા ટ્રાન્સફોર્મર્સ, મર્કરી ઈવી-ટેક, નોર્દર્ન સ્પિરિટ્સ, કિનટેક રિન્યૂએબલ્સ, સોમ દત્ત ફાઈનાન્સ કોર્પોરેશનના સ્ટોકે આ સમય દરમિયાન 500-1400 ટકાની વચ્ચે રિટર્ન આપ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube