Multibagger Stock: શેર છે કે કુબેરનો ખજાનો, 1 વર્ષમાં 2,200% નું રિટર્ન, જાણો શું કરે છે કંપની
Multibagger Stock : ભારતીય શેર બજારમાં ગુરૂવારે તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યાં છે. ગઈકાલે પણ ભારતીય શેર બજારમાં મોટો વધારો જોવા મળ્યો હતો.
નવી દિલ્હીઃ ટેલરમેડ રિન્યૂએબલ્સ લિમિટેડના સ્ટોકે છેલ્લા એક વર્ષમાં મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. કંપનીના શેર 16 નવેમ્બર 2022ના 24.35 રૂપિયાથી વધી 16 નવેમ્બર 2023ના 608 રૂપિયા પર પહોંચી ગયો છે. એક વર્ષના હોલ્ડિંગ પીરિયડમાં આ લગભગ 2200 ટકાનો ગ્રોથ છે. એક વર્ષ પહેલા આ કંપનીના શેરમાં 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે 23 લાખ રૂપિયા થઈ ગયા હોત.
ટેલરમેડ રિન્યૂએબલ્સ લિમિટેડે 30 સપ્ટેમ્બર , 2023 (H1FY24)ના સમાપ્ત છમાસિક પરિણામોની સૂચના આપી છે. H1FY24 માટે કંપનીનું રેવેન્યૂ 26.11 કરોડ રપ્યું, જે YoY 246.38 ટકાનો વધારો છે. કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ 9.71 કરોડ રૂપિયા રહ્યો. જ્યારે કંપનીનો PAT 8.05 કરોડ રૂપિયા રહ્યો છે, જે પાછલા વર્ષના સમાન ગાળામાં 0.07 કરોડ રૂપિયા હતો.
આ પણ વાંચોઃ દિવાળીના તહેવારો બાદ અને લગ્નની સિઝન પહેલાં આજે છે આ લેટેસ્ટ ભાવ, ખરીદી લેજો
ટેલરમેડ રિન્યૂએબલ્સ લિમિટેડ મુખ્ય રૂપથી રિન્યૂએબલ એનર્જી સોલ્યૂશન્સ પ્રદાન કરવામાં કામ કરે છે. કંપનીની વિશેષતા સ્ટીમ કુકિંગ અને અન્ય ઔદ્યોગિક પ્રયોગોમાં ઉપયોગ કરાતા સ્ટીમ ઉત્પાદન માટે સોલર પેરાબોલિક કન્સ્ટ્રેન્ટિંગ સિસ્ટમનું નિર્માણ કરવાનું છે.
આજે કંપનીનો સ્ટોક 608.25 રૂપિયા પર ખુલ્યો હતો. તે 608.25 રૂપિયાના ઉપલા અને 591.05 રૂપિયાના નિચલા સ્તરે ગયો હતો. આ શેર વર્તમાનમાં 5 ટકાના વધારા સાથે 608.25 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. આ સ્ટોકનો 52 સપ્તાહનો હાઈ 719.00 રૂપિયા અને 52 સપ્તાહનો લો 23.15 રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube