₹1500ની નજીક થઈ શકે છે IPO નું લિસ્ટિંગ, ઓપન થતા પહેલા 520 રૂપિયાનો ફાયદો!
TBO Tek IPO : ટીબીઓ ટેક આઈપીઓ આ સપ્તાહે 8 મેએ ઓપન થશે. ઈન્વેસ્ટરો આ આઈપીઓમાં 10 મે સુધી દાવ લગાવી શકશે. કંપની ગ્રે માર્કેટમાં સતત સારૂ પ્રદર્શન કરી રહી છે. જેને પગલે રોકાણકારોને પણ મસમોટો ફાયદો થઈ રહ્યો છે.
TBO Tek IPO: જો તમે આઈપીઓ પર દાવ લગાવો છો તો તમારા માટે સારા સમાચાર છે. ટીબીઓ ટેક આઈપીઓ આગામી સપ્તાહે ઓપન થઈ રહ્યો છે. કંપનીનો આઈપીઓ ઓપન થતાં પહેલા ગ્રે માર્કેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આવો આ આઈપીઓ વિશે વિગતવાર જાણીએ...
શું છે પ્રાઇઝ બેન્ડ?
ટીબીઓ ટેક આઈપીઓ 8 મે 2024ના ઓપન થઈ રહ્યો છે. રિટેલ ઈન્વેસ્ટરો માટે તે 10 મે સુધી ઓપન રહેશે. કંપની તરફથી શેરનું એલોટમેન્ટ 13 મેએ કરવામાં આવશે. કંપનીએ પ્રાઇઝ બેન્ડ 875 રૂપિયાથી 920 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. કંપનીએ 16 શેરનો એક લોટ બનાવ્યો છે. રિટેલ ઈન્વેસ્ટરે એક લોટ માટે 14720 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
આ પણ વાંચોઃ શેર બજારમાં સ્કેમ? દિગ્ગજ કારોબારીએ ઈન્વેસ્ટરોને ચેતવ્યા, SEBI પાસે કરી તપાસની માંગ
ગ્રે માર્કેટમાં કંપનીનું શાનદાર પ્રદર્શન
ઈન્વેસ્ટર્સ ગેનના રિપોર્ટ અનુસાર ગ્રે માર્કેટમાં કંપનીના શેર શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. કંપનીના શેર આજે 520 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. જો આ સ્થિતિ લિસ્ટિંગ પર યથાવત રહે તો કંપની 1440 રૂપિયા પર ડેબ્યૂ કરી શકે છે. તેવામાં ઈન્વેસ્ટરોને પ્રથમ દિવસે 56.52 ટકાનો ફાયદો થઈ શકે છે.
લીડ મેનેજર નિયુક્ત કર્યાં
કંપનીએ એક્સિસ કેપિટલ લિમિટેડ, જેફરિઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટે, ગોલ્ચમેન સેચ્સ (ઈન્ડિયા) સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને જેએમ ફાઈનાન્શિયલ લિમિટેડને લીડ મેનેજર નિયુક્ત કર્યાં છે. તો કેફિન ટેક્નોલોજીઝને રજીસ્ટ્રાર નિયુક્ત કરી છે.
(આ રોકાણની સલાહ નથી. શેર બજાર જોખમો અધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો)