નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટેન્સી સર્વિસે નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ક્વાર્ટર એટલે કે જાન્યુઆરી-માર્ચ માટે પોતાનો રિપોર્ટ જાહેર કરી દીધો છે. ચોથા ક્વાર્ટરમાં ટીસીએસનો નેટ પ્રોફિટ 7 ટકા વધીને 9926 કરોડ રૂપિયા થઈ ગયો છે. મહત્વનું છે કે એક વર્ષ પહેલાં કંપનીનો નેટ પ્રોફિટ 9246 કરોડ રૂપિયા હતો. આજે ટીસીએસના શેર 0.36 ટકાના વધારા સાથે 3699 રૂપિયા પર બંધ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોથા ક્વાર્ટરમાં ઓપરેશનથી આઈટી દિગ્ગજનું રેવેન્યૂ 16 ટકા વધી 50591 કરોડ થઈ ગયું. પાછલા વર્ષે આ સમયગાળામાં તે 43705 કરોડ રૂપિયા હતું. મહત્વનું છે કે બ્લૂમબર્ગ સર્વસંમત્તિના અનુમાને માર્ચ ક્વાર્ટર માટે ટીસીએસનું રેવેન્યૂ ₹50,249 કરોડ અને નેટ પ્રોફિટ 10,077 કરોડનું અનુમાન લગાવ્યું હતું. ટીસીએસનું ઓપરેટિંગ માર્જિન 25 ટકા જ્યારે શુદ્ધ માર્જિન 19.6 ટકા રહ્યું. 


આ પણ વાંચોઃ જલદી નહીં મળે મોંઘવારીથી રાહત, RBI ટોલરન્સ બેન્ડના ટોચ પર પહોંચ્યો છે ફુગાવો દર


કંપનીએ કરી અંતરિમ ડિવિડેન્ડ આપવાની જાહેરાત
ટીસીએસે આજે કંપનીના દરેક શેર પર 22 રૂપિયાનું અંતરિમ ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે. તેની ચુકવણી કંપનીના શેરધારકોના અપ્રૂવલને આધીન 27મી વાર્ષિક સામાન્ય બેઠકના સમાપનના ચોથા દિવસે કરવામાં આવશે. 


4,000 રૂપિયા છે ટાર્ગેટ પ્રાઇઝ
શેર બજારના  IIFL સિક્યોરિટીઝના અનુજ ગુપ્તાએ કહ્યુ કે કંપનીના શેરમાં રોકાણ કરી શકાય છે. બ્રોકરેજ હાઉસે તેની ટાર્ગેટ પ્રાઇઝ 3850 રૂપિયાથી 4 હજાર રૂપિયા રાખી છે. અનુજ ગુપ્તાએ કહ્યુ કે, તેને 3480 રૂપિયાના સ્ટોપલોસથી ખરીદી શકાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube