નવી દિલ્હીઃ શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી વધુ પગાર કયાં દેશના પ્રાઇમરી શિક્ષકોને મળે છે? તેનો જવાબ છે લક્જમબર્ગ. Word of Statistics પ્રમાણે આ યુરોપીયન દેશમાં 15 વર્ષનો અનુભવ રાખનાર દરેક ટીચરને વાર્ષિક 104,846 ડોલરનો પગાર મળે છે. ભારતીય રૂપિયા પ્રમાણે જુઓ તો વાર્ષિક આધાર પર 87,27,344 રૂપિયા થાય છે. દર મહિના પ્રમાણે આશરે 7,27,278 રૂપિયા થાય છે. આ ભારતીય ટીચરોની તુલનામાં આશરે 12 ગણી વધુ છે. ભારતીય ટીચરોને વાર્ષિક 8828 ડોલર એટલે કે આશરે 7,34,839 રૂપિયા પગાર મળે છે. મહિના પ્રમાણે જુઓ તો આ રકમ 61236 રૂપિયા થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ લિસ્ટમાં બીજા નંબર પર યુરોપીય દેશ જર્મની છે. યુરોપની સૌથી મોટી ઈકોનોમીવાળા આ દેશમાં ટીચરનો પગાર 85,049 ડોલર છે. નેધરલેન્ડમાં તે 70899 ડોલર છે. કેનેડામાં ટીચર્સનું વાર્ષિક પેકેજ 70331 ડોલર છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાનો નંબર છે. ઓસ્ટ્રેલિયામાં ટીચર્સનું વાર્ષિક વેતન 68,608 ડોલર છે, જ્યારે અમેરિકામાં તે 63531 ડોલર છે. ત્યારબાદ આયર્લેન્ડ (62,337 ડોલર) અને ડેનમાર્ક (62,301 ડોલર) છે. એશિયામાં સૌથી વધુ પગાર સાઉથ કોરિયાના શિક્ષકોને મળે છે. અહીં ટીચરોનું વાર્ષિક પેકેજ 60185 ડોલર છે. 


બિઝનેસ શરૂ કરવાનો છે પ્લાન? સરકારની આ 4 યોજનાઓ દૂર કરશે પૈસાની સમસ્યા!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube