નવી દિલ્હી : દેશની આઈટી ક્ષેત્રની મોટી કંપની ટેક મહિન્દ્રાએ પોતાની કર્મિચારીઓની રિટાયર્ડમેન્ટની ઉંમરની 58 વર્ષથી ઘટાડીને 55 વર્ષ કરી દીધી છે. કંપનીનું માનવું છે કે, જૂના કર્મચારીઓ કોઈ પણ પ્રકારના ચેન્જિસ માટે તૈયાર નથી થતા. તેમજ આઈટી ઈન્ડસ્ટ્રીઝમાં તેજીથી બદલાવ થઈ રહ્યાં છે. કંપની તરફથી રિટાયર્ડમેન્ટની ઉંમર ઘટાડવાની પોલિસી એ કર્મચારીઓ પર લાગુ થશે, જેમનો અનુભવ સાત વર્ષથી ઓછો છે. આવામાં હાલના સમયમાં કંપનીમાં કામ કરી રહેલા વરિષ્ઠ કર્મચારીઓ પર આ નીતિની અસર નહિ થાય. અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પોતાના એક રિપોર્ટમાં આ માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે ટેક મહિન્દ્રની સાથે હાલ લગભગ 1 લાખથી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓછા અનુભવવાળા કર્મચારીઓ પર પડશે અસર
ટેક મહિન્દ્રાની આ નીતિની અસર તે કર્મચારીઓ પર પડશે, જેમનો અનુભવ ઓછો છે અને તેઓ લાંબા સમયથી આ કંપનીમાં કામ કરે છે. ટેક મહિન્દ્રાના આ નિર્ણયથી સ્પષ્ટ છે કે, દેશની પાંચમી સૌથી મોટી આઈટી કંપનીમાં વિકાસની સાથે બદલાવ પણ ચાલુ રહેશે. તેથી આવામાં જે કર્મચારીઓ બદલાવ માટે તૈયાર નથી, તેમના માટે આગામી સમય મુશ્કેલીભર્યો બની રહેશે.


આ ઉદ્યોગમાં તેજીથી બદલાઈ રહી છે ટેકનોલોજી
કેપીએમજી ઈન્ડિયાના people performance and cultureના પ્રમુખ ઉમેશ પવારના જણાવ્યા અનુસાર, આઈટી ઉદ્યોગમાં ટેકનોલોજી બહુ જ જલ્દીથી બદલાઈ રહી છે. આ આધાર પર કંપનીઓ નવા ટેલેન્ટને શોધી રહી છે. તે માર્કેટની ડિમાન્ડ છે અને આ બાબત પર જ તમામ કંપનીઓને કામ કરવાનું હોય છે.


કંપનીઓએ સમય પહેલા કર્મચારીઓને રિટાયર્ડ કર્યાં
ગત વર્ષ કોગ્નીજેંટ ટેકનોલોજી સોલ્યુશન કંપનીએ પોતાના 400 સીનિયર કર્મચારીઓને સ્વૈચ્છિક રિટાયર્ડમેન્ટ લેવાની તક આપી હતી. તો વેરીઝોન કમ્યુનિકેશન હાલમાં જ પોતાના એક્ઝિક્યુટિવ અને મેનેજર્સ માટે સમય પહેલા રિટાયર્ડમેન્ટનો પ્લાન ઓફર કર્યો હતો. આ રીતે આઈબીએમએ ગત વર્ષે યુકેમાં પોતાની ગ્લોબલ ટેક સર્વિસિસમાં સ્વૈચ્છિક રિટાયર્ડમેન્ટની યોજના પણ લાગુ કરી હતી.