નવી દિલ્લીઃ 4G-5G ટેલિકોમ કંપનીઓ વચ્ચે પણ BSNL 3G અડીખમ છે. BSNL 3G પોતાના યુઝર્સ માટે શાનદાર પ્લાન લાવતું રહે છે. જે સસ્તાની સાથે વધુ ડેટા અને ટોક ટાઈમ પણ આપે છે. BSNL ભારતમાં તેના યુઝર્સને સૌથી વધુ સસ્તું 30-દિવસનો પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. આ પ્લાન 16 રૂપિયામાં એક્ટિવેટ કરી શકાય છે અને તેની વેલિડિટી 30 દિવસ સુધીની છે. જો કે આ પ્લાનમાં કોઈ SMS અને ડેટાના લાભ નહીં મળે. BSNLએ તેની વેબસાઈટ પર જણાવ્યું છે કે આ પ્લાન 20 પૈસા પ્રતિ મિનિટ ઓન-નેટ કૉલ્સ + 20 પૈસા/મિનિટ ઑફ-નેટ કૉલ્સ" ચાર્જ કરે છે. આ સિવાય, BSNL પાસે બીજા ઘણા પ્લાન છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BSNLનો 147 રૂપિયાનો પ્લાન-
જો તમને BSNL પાસેથી સસ્તો પ્રીપેડ પ્લાન લેવા માગો છો તો એક પ્લાન છે જે 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. STV_147નો પ્લાન યુઝર્સ માટે શ્રેષ્ઠ છે. કારણ કે આ પ્લાન વપરાશકર્તાઓ માટે ડેટા અને વૉઇસ કૉલિંગ બંને લાભ સાથે આવે છે. આ પ્લાન સાથે, યુઝર્સને અનલિમિટેડ વૉઇસ કૉલિંગ સિવાય 10GB ડેટા અને BSNL ટ્યુન્સ મળે છે. આ પ્લાનમાં કોઈ SMS લાભ સામેલ નથી.


BSNLનો 247 રૂપિયાનો પ્લાન-
જો તમે થોડી વધુ ચૂકવણી કરી શકો તો તમે BSNL તરફથી 247નો પ્લાન લઈ શકો છો. આ પ્લાનમાં યુઝર્સને SMSના લાભ આપે છે. વપરાશકર્તાઓને BSNL ટ્યુન્સ અને ઈરોઝ નાઉ એન્ટરટેઇનમેન્ટ સેવાઓ સાથે અનલિમિટેડ વૉઇસ કૉલિંગ સાથે 50GB ડેટા અને 100 SMS પ્રતિ દિવસ મળે છે.


BSNLનો 299 રૂપિયાનો પ્લાન-
આ બીજું આકર્ષક સ્પેશિયલ ટેરિફ વાઉચર (STV) છે જે તમે BSNLથી મેળવી શકો છો. આ પ્લાન સાથે, યુઝર્સને દરરોજ 3GB ડેટા, અનલિમિટેડ વૉઇસ કૉલ અને 100 SMS પ્રતિ દિવસ મળે છે. ફેર યુસેજ પોલિસી (FUP) ડેટા સમાપ્ત થયા પછી ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 80Kbps થઈ જાય છે. તે જ સમયે, Vodafone Idea (Vi), Bharti Airtel અને Reliance Jio જેવા ટેલિકોમ ઓપરેટરો પણ પ્રીપેડ પ્લાન લઈને આવ્યા છે જે 30 અને 31 દિવસની વેલિડિટી ઓફર કરે છે.