નવી દિલ્લીઃ ટેસ્લાના CEO ઈલોન મસ્કે ટ્વિટર ખરીદ્યા બાદ ભારે ચર્ચામાં છે. તેમાં પણ ખાસ કરીને ટ્વિટર પર તેમના નિવેદનો અને ટ્વીટ્સને લઈને પણ ચર્ચા થઈ રહી છે. કોકાકોલા ખરીદવાના ટ્વીટ બાદ તેમણે વધુ એક હેરાન કરનારું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં ટ્વિટર પર ફ્રીમાં ઉપયોગ નહીં કરી શકાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ટ્વીટથી લોકો એટલે પણ હેરાન છે કારણ કે ઈલોન મસ્કે ટ્વિટર ખરીદ્યા બાદ જણાવ્યું હતું કે તેઓ ટ્વિટરને વધુ મનોરંજનથી ભરપુર બનાવવા માગે છે. પરંતુ હવે તેમણે જણાવ્યું છે કે સામાન્ય લોકો માટે ટ્વિટર ફ્રી રહેશે, પરંતુ કોમર્શિયલ અથવા સરકારી લોકોએ થોડા ખર્ચ કરવો પડશે. 


 



 


આ પહેલા ઈલોન મસ્ક ન્યૂયોર્કમાં મેટ ગાલામાં હાજરી આપી હતી. આ દરમિયાન, તેમણે કહ્યું કે ટ્વિટરની સફળતામાં એક મહત્વપૂર્ણ પગલું એ હશે કે તે તેના વપરાશકર્તાઓને નોંધપાત્ર રીતે વિસ્તૃત કરી શકે છે. એટલું જ નહીં, તેણે કહ્યું હતું કે હું ઈચ્છું છું કે અમેરિકાનો મોટો ભાગ ટ્વિટર પર રહે અને સંવાદમાં વ્યસ્ત રહે.


ટ્વિટરના રિપોર્ટ મુજબ, અમેરિકામાં તેના આશરે 4 કરોડ રોજના એક્ટિવ યુઝર્સ છે. ઈલોન મસ્ક ઈચ્છે છે કે અમેરિકામાં વધુને વધુ લોકો ટ્વિટરનો ઉપયોગ કરે.


ટ્વિટરમાં મોટા ફેરફારોના મૂડમાં ઈલોન મસ્ક-
ઈલોન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદવાની ડીલ કરી છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈલોન મસ્ક હવે કંપનીમાં ઘણા મોટા ફેરફારો કરવાના મૂડમાં છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે CEO પરાગ અગ્રવાલ અને પોલિસી હેડ વિજયા ગડ્ડેને કંપનીમાંથી હટાવી લેવામાં આવી શકે. 


ટ્વિટર ખરીદવાની જાહેરાત કર્યા પછી, ઈલોન મસ્કે કહ્યું હતું કે, કોઈપણ લોકશાહી માટે કામ કરવા માટે સ્વતંત્ર ભાષણ ખૂબ જ જરૂરી છે. Twitterએ એક ડિજિટલ ટાઉન સ્ક્વેર છે જ્યાં માનવતાના ભાવિની ચર્ચા થાય છે. તેમણે આગળ કહેવામાં કહ્યું કે તે ટ્વિટરને નવા ફીચર્સ સાથે વધુ સારું બનાવવા માંગે છે. તેણે ટ્વીટમાં એમ પણ લખ્યું છે કે તે તેના અલ્ગોરિધમને ઓપન સોર્સ રાખીને વિશ્વાસ વધારવા માંગે છે.