Tega કે સ્ટાર હેલ્થના IPO પર લગાવ્યો છે દાવ? જાણો રોકાણકારોને નફો થશે કે નુકસાન
ટેગા ઇન્ડસ્ટ્રીઝ કે સ્ટાર ઈનીશિયલ હેલ્થના પબ્લિક ઓફરિંગ એટલે કે IPO માટે દાવ લગાવ્યો છે તો આ સમાચાર તમારા માટે છે.
નવી દિલ્હીઃ ટેગા ઇન્ડસ્ટ્રીઝ કે સ્ટાર ઈનીશિયલ હેલ્થના પબ્લિક ઓફરિંગ એટલે કે IPO માટે દાવ લગાવ્યો છે તો આ સમાચાર તમારા માટે છે. આ સમાચારમાં અમે તમને જણાવશું કે બંને કંપનીઓના આઈપીઓની અલોટમેન્ટ કે લિસ્ટિંગની તારીખ શું છે અને ગ્રે માર્કેટ પ્રીમિયરથી શું સંકેત મળી રહ્યાં છે.
ટેગા ઇન્ડસ્ટ્રીઝઃ ખનન ઉદ્યોગ માટે સામાન બનાવનારી કંપની ટેગા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના આઈપીઓનું અલોટમેન્ટ 8 ડિસેમ્બરે તો લિસ્ટિંગ 13 ડિસેમ્બરે નક્કી છે. મતલબ કે 8 ડિસેમ્બરે ખ્યાલ આવી જશે કે તમને આઈપીઓ અલોટ થયો છે કે નહીં. તો 13 ડિસેમ્બરે કંપની શેર બજારમાં લિસ્ટ થશે. જે રોકાણકારોને આઈપીઓ અલોટ થશે, આ દિવસે સવારે 10 કલાકે જાણકારી મળી જશે કે તેના ઇશ્યૂ પ્રાઇઝથી કેટલો નફો થયો છે.
આ આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે જીએમપી 420 રૂપિયા છે. મતલબ શેરના ઇશ્યૂ પ્રાઇઝથી રોકાણકારોને 420 રૂપિયા પ્રતિ શેર નફો થશે. મહત્વનું છે કે આઈપીઓની ઇશ્યૂ પ્રાઇઝ 453 રૂપિયા છે તો આઈપીઓના એક લોટમાં 33 શેર છે.
આ પણ વાંચોઃ સોનાની ખરીદવા ઈચ્છતા લોક માટે સારા સમાચાર, ભાવમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત
Star Health: રાકેશ ઝુનઝુનવાલા સમર્થિત સ્ટાર હેલ્થના આઈપીઓને ઠંડો રિસ્પોન્સ મળ્યો છે. સ્ટાર હેલ્થના આઈપીઓ માટે ઉચ્ચ ઈશ્યૂ પ્રાઇઝ 900 રૂપિયા પ્રતિ શેર હતી. આ આઈપીઓની લોટ સાઇઝ 16 શેરની છે. તેની અલોટમેન્ટ તારીખ 7 ડિસેમ્બર અને લિસ્ટિંગ તારીખ 10 ડિસેમ્બર છે. મતલબ કે 7 ડિસેમ્બરે જાણકારી મળી જશે કે આઈપીઓ એલોટ થયો છે કે નહીં.
જો જેને આઈપીઓ અલોટ થશે, તેને 10 ડિસેમ્બર સુધી રાહ જોવી પડશે. જો ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરીએ તો એવું માનવામાં આવી રહ્યું છે કે સ્ટાર હેલ્થની નેગેટિવમાં લિસ્ટિંગ થશે. મતલબ કે જે રોકાણકારોને આઈપીઓ અલોટ થશે, તેને નુકસાન થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube